Local body polls 2021: અમદાવાદના 39 કોર્પોરેટરનું ચૂંટણીમાં પતું કપાશે, જાણો કોણ-કોણ છે સામેલ

|

Feb 02, 2021 | 1:16 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા મહેનત કરવામાં આવી રહી છે. તો સોમવારે ભાજપ (BJP) દ્વારા મહાનગર પાલિકાનું ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા મહેનત કરવામાં આવી રહી છે. તો સોમવારે ભાજપ (BJP) દ્વારા મહાનગર પાલિકાનું ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.  ત્રણ દિવસીય મળનારી બેઠકના પ્રથમ દિવસે ભાજપ પ્રમુખ દ્વારા, ઉમેદવારોની પંસદગી બાબતે જાહેરાત કરવામાં આવી હતી.

સીઆર પાટિલે (C.R.PATIL)  જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુની ઉંમરના,  3 ટર્મથી વધુ વખત ચૂંટાયેલા અને વર્તમાનમાં જે કોઈ હોદ્દેદાર કે ચૂંટાયેલા નેતાઓના સગાં-સંબંધીને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની અમલવારી કરવામાં આવે તો અમદાવાદમાં 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. આ 39 પૈકી 26 કોર્પોરેટરોની ઉંમર 60થી વધુ, 5 કોર્પોરેટર 3 ટર્મથી વધુ વખત અને ઉંમર 60 થી વધુ છે. જયર બાકીના 21 કોર્પોરેટર ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટાઈ ગયા છે.

તો વાસણાના પૂર્વ કોર્પોરેટર અમિત શાહએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  મારો  પુત્ર છેલ્લા 13 વર્ષથી ભાજપ માટે કામ કરે છે. ભાજપનો કાર્યકર છે તેથી તે ટિકિટ માટે હકદાર છે. પરંતુ આ વખતે પક્ષ માટે જે નિર્ણય લેવામાં આવ્યૂ છે તે શિરોમાન્ય છે. આ વખતે હું નેતા હોઈ તે ચૂંટણી માટે દાવેદારી નહી કરે પરંતુ આવતા વખતે ઉમેદવાર માટે જરૂર દાવેદારી કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા મહેનત કરવામાં આવી રહી છે. તો સોમવારે ભાજપ દ્વારા મહાનગર પાલિકાનું ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સીઆર પાટિલે જાહેરાતમાં જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી વધુ વખત ચૂંટાયેલા અને નેતાઓના સગાં-સંબંધીને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની અમલવારી કરવામાં આવે તો અમદાવાદમાં 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. આ 39 પૈકી 26 કોર્પોરેટરોની ઉંમર 60થી વધુ, 5 કોર્પોરેટર 3 ટર્મથી વધુ વખત અને ઉંમર 60 થી વધુ છે. જયર બાકીના 21 કોર્પોરેટર ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટાઈ ગયા છે.

તો વાસણાના પૂર્વ કોર્પોરેટર અમિત શાહએ ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, અમારો પુત્ર છેલ્લા 13 વર્ષથી પક્ષ માટે કામ કરે છે તેથી તે ટિકિટ માટે હકદાર છે. પરંતુ આ વખતે પક્ષ માટે જે નિર્ણય લેવામાં આવ્યૂ છે તે શિરોમાન્ય છે. આ વખતે હું નેતા હોય આવતા વખતે દાવેદારી કરશે.

60 વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેટર

ચંચળ પરમાર
હેમા આચાર્ય
અરુણા શાહ
તારા પટેલ
કલાવતી કલબુર્ગી
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ
કિશોર થવાણી
પુષ્પા મિસ્ત્રી
ધનજી પ્રજાપતિ
કલ્પના વૈદ્ય
અમૂલ ભટ્ટ
જયંતી યાદવ
કાશ્મીરા શાહ
ક્રિષ્ના ઠાકર
કાશી પરમાર
હીરા પટેલ
કપિલા ડાભી
જયશ્રી જાગરિયા
અમિત શાહ
જયશ્રી પંડ્યા
રાજેન્દ્રસિંહ સોલંકી
કલા યાદવ
ફાલ્ગુની શાહ

ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલા
મહેન્દ્ર પટેલ – ખોખરા
અમિત શાહ – વાસણા
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ – ખાડિયા
મયૂર દવે – ખાડિયા
વલ્લભ પટેલ – નરોડા
બીજલ પટેલ – પાલડી
બિપિન સિક્કા – સરદારનગર
દિનેશ મકવાણા – સૈજપુર બોઘા
ગૌતમ શાહ – નારણપુરા
પ્રવીણ પટેલ – શાહીબાગ
બિપિન પટેલ – અસારવા
મધુબેન પટેલ – વસ્ત્રાલ
ચંચળબેન પરમાર – સાબરમતી
રમેશભાઇ દેસાઇ – ઇન્દ્રપુરી
ભાવનાબેન નાયક – ખાડીયા
તારાબેન પટેલ – કુબેરનગર
રમેશ પટેલ – મણિનગર
નિશાબેન ઝા – મણિનગર
ફાલ્ગુની શાહ – શાહપુર
અરુણાબેન શાહ – ઠક્કરબાપાનગર
રમેશ દેસાઇ  – નવાવાડજ

પુત્ર માટે ટિકિટ માગી
મ્યુનિ. ભાજપ નેતા અમિત શાહ
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ
કોર્પોરેટર તુલસી ડાભી

એક પણ નેતાના સગા-સંબંધીઓને ટિકિટ ના આપવાને કારણે અનેક કોર્પોરેટરના સપના ચકનાચૂર થઇ ગયા છે.

Published On - 1:09 pm, Tue, 2 February 21

Next Video