કૃષિ કાયદા પર ભાજપ સાંસદ સની દેઓલે તોડ્યું મૌન, કહ્યું સરકાર-ખેડૂતોનો છે મામલો વચ્ચે કોઈ ના આવે

ભાજપ સાંસદ સન્ની દેઓલે કહ્યું કે “મારી પુરી દુનિયાને વિનંતી છે કે આ ખેડૂતો અને અમારી સરકાર વચ્ચેનો મામલો છે. આની વચ્ચે કોઈ ના આવે. અમે વાતચીતથી તેનો ઉકેલ લાવીશું. હું જાણું છું કે કેટલાયે લોકો આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તે લોકો અડચણો ઉભી કરી રહ્યાં છે.” કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના વિરોધમાં કેટલાયે […]

કૃષિ કાયદા પર ભાજપ સાંસદ સની દેઓલે તોડ્યું મૌન, કહ્યું સરકાર-ખેડૂતોનો છે મામલો વચ્ચે કોઈ ના આવે
| Edited By: | Updated on: Dec 06, 2020 | 9:32 PM

ભાજપ સાંસદ સન્ની દેઓલે કહ્યું કે “મારી પુરી દુનિયાને વિનંતી છે કે આ ખેડૂતો અને અમારી સરકાર વચ્ચેનો મામલો છે. આની વચ્ચે કોઈ ના આવે. અમે વાતચીતથી તેનો ઉકેલ લાવીશું. હું જાણું છું કે કેટલાયે લોકો આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તે લોકો અડચણો ઉભી કરી રહ્યાં છે.” કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના વિરોધમાં કેટલાયે દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનને પંજાબી સિનેમાથી જોડાયેલા લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સતત વિરોધ બાદ ગૂરૂદાસપુરના ભાજપ સાંસદ સની દેઓલે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો અને સરકારની સાથે છે. તેમણે એ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર હંમેશા સરકાર હંમેશા ખેડૂતોની ભલાઈ માટે કામ કરે છે. સન્ની દેઓલે એક ચીઠ્ઠી પણ ટ્વીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારી ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતો દિલ્લી-હરિયાણા બોર્ડર પર સતત 11 દિવસોથી ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર સતત ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. શનિવારે થયેલી વાતચીતમાં કોઈ હલ નથી નીકળ્યો. હવે 9 ડિસેમ્બરે આગળની વાતચીત થશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ગુજરાત પોલીસે માસ્ક ન પહેરવા બદલ એક અઠવાડિયામાં લોકો પાસેથી 5 કરોડ 57 લાખ રૂપિયા વસુલ્યા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us