અનાજ ભારતનું અને એવોર્ડ પાકિસ્તાનનો લેવાનો,કાશ્મીરના ભાગલાવાદી નેતાને ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો પાકિસ્તાની સંસદનો નિર્ણય,ટેરર ફંડીંગનાં આક્ષેપ વચ્ચે ગિલાનીની ગદ્દારી?

|

Jul 29, 2020 | 7:11 AM

પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો સર્વાનુમત્તે ઠરાવ કર્યો છે. આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાના અહેવાલ પણ છે.જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીને પાકિસ્તાને પોતાનું સર્વોચ્ચ સિવિલ સન્માન આપવાની જાહેરાત કરી હતી. નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ અગાઉ ભારતમાં […]

અનાજ ભારતનું અને એવોર્ડ પાકિસ્તાનનો લેવાનો,કાશ્મીરના ભાગલાવાદી નેતાને નિશાન-એ-પાકિસ્તાન આપવાનો પાકિસ્તાની સંસદનો નિર્ણય,ટેરર ફંડીંગનાં આક્ષેપ વચ્ચે ગિલાનીની ગદ્દારી?
http://tv9gujarati.in/kashmir-na-bhagl…n-aapvano-nirnay/

Follow us on

પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો સર્વાનુમત્તે ઠરાવ કર્યો છે. આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાના અહેવાલ પણ છે.જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીને પાકિસ્તાને પોતાનું સર્વોચ્ચ સિવિલ સન્માન આપવાની જાહેરાત કરી હતી. નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ અગાઉ ભારતમાં અભિનયના સરતાજ ગણાતા દિલીપ કુમારને અને જનતા પક્ષની સરકારના વડા પ્રધાન મોરારજી દેસાઇને જાહેર થયો હતો.

સૈયદ અલી શાહ ગીલાનીને આ એવોર્ડ જાહેર કરીને પાકિસ્તાને એ વાતનો જગજાહેર પુરાવો આપ્યો હતો કે ગીલાની પહેલેથી પાકિસ્તાનના ખાંધિયા હતા. જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ ભારત સરકારે ગયા વર્ષના ઑગષ્ટની પાંચમીએ રદ કરી ત્યારથી ગીલાની પોતાના ઘરમાં નજરકેદ છે. પાકિસ્તાનની સંસદે ગીલાનીને નિશાન-એ-પાકિસ્તાન આપવાનો ઠરાવ સોમવારે મંજૂર કર્યો હતો. સાથોસાથ ગીલાનીના નામે એક યુનિવર્સિટી સ્થાપવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો. પાકિસ્તાની સાંસદ મુશ્તાક અહમદે રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ મૌખિક મતદાનથી  પસાર થયો હતો. જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ થઇ એની પહેલી વર્ષગાંઠ પર આ નિર્ણય કરીને પાકિસ્તાને વધુ એકવાર પુરવાર કર્યું હતું કે ગીલાની જેવા વિભાજનવાદી નેતાઓ પાકિસ્તાનના ઇશારે જમ્મુ કશ્મીરમાં સતત અશાંતિ સર્જતા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

91 વર્ષના ભાગલાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરનાં ભાગલાવાદી રાજકીય જૂથોના ગઠબંધન ‘હુર્રિયત કૉન્ફરન્સ’ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને હુર્રિયતના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ગિલાનીએ સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ મૂકી છે અને કહ્યું, “હુર્રિયતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, તેને જોઈને હું તેની સાથે સંપૂર્ણપણે છેડો ફાડું છું.”ગિલાનીએ સ્વીકાર્યું હતું કે હુર્રિયતમાં ભારતે લીધેલાં પગલાંનો વિરોધ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો તથા અન્ય ખરાબ કામોને ‘આંદોલનના વ્યાપકહિત’ના નામે અવગણી દેવાયા હતા.

ગીલાની પાકિસ્તાનના ટુકડાઓ પર ચાલતી હુર્રિયત કોન્ફરન્સના આજીવન અધ્યક્ષ હતા. હુર્રિયતની સ્થાપનાના પહેલા દિવસથી ગીલાની એના સક્રિય સભ્ય હતા. વચ્ચેના સમયગાળામાં વિભાજનવાદી નેતાઓના સોળ જૂથ રચાયા હતા. આ બધા જૂથોને પાકિસ્તાન જમ્મુ કશ્મીરમાં અશાંતિ સર્જવા મબલખ નાણાં આપતું હતું. અન્ય જૂથોને લાગતું હતું કે ગીલાની કશ્મીર મુદ્દે ભારત સરકાર સાથે બહુ સોફ્ટ વલણ અપનાવી રહ્યા છે. ગીલાની ગયા વર્ષના ઑગષ્ટની પાંચમી પછી રાજકીય પ્રવૃત્તિથી ફારેગ થઇ ગયા હતા. જો કે નજરકેદમાં હોવાથી એ આમ પણ કોઇ રાજકીય પ્રવૃત્તિ કરવાની સ્થિતિમાં રહ્યા નહોતા. 2016માં જમ્મુ કશ્મીરમાં થયેલા હિંસાચાર પછી ગીલાની પર ટેરર ફંડીંગનો આક્ષેપ પણ મૂકાયો હતો.

Next Article