કોંગ્રેસના MLC પર લાગ્યા ગંભીર આક્ષેપ, વિધાન પરિષદની કાર્યવાહીમાં જોઈ રહ્યા હતા અશ્લીલ કલીપ

|

Jan 30, 2021 | 10:05 PM

કર્ણાટક (Karnataka)માં કન્નડ સમાચાર ચેનલોએ કેટલાક ફૂટેજ પ્રસારિત કરીને આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ વિધાન પરિષદના સભ્ય પ્રકાશ રાઠોડે શુક્રવારે વિધાન પરિષદની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ફોન પર કથિત રૂપે અશ્લીલ સામગ્રી જોઈ રહ્યા હતા.

કોંગ્રેસના MLC પર લાગ્યા ગંભીર આક્ષેપ, વિધાન પરિષદની કાર્યવાહીમાં જોઈ રહ્યા હતા અશ્લીલ કલીપ

Follow us on

કર્ણાટક (Karnataka)માં કન્નડ સમાચાર ચેનલોએ કેટલાક ફૂટેજ પ્રસારિત કરીને આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ વિધાન પરિષદના સભ્ય પ્રકાશ રાઠોડે શુક્રવારે વિધાન પરિષદની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ફોન પર કથિત રૂપે અશ્લીલ સામગ્રી જોઈ રહ્યા હતા. રાઠોડે આ આરોપ નકાર્યા હતા. કર્ણાટક ગૃહની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ફોનમાં રાઠોડ કોઈ વીડિયો જોતા નજરે આવતા હતા.

 

જેને સમાચાર ચેનલોએ બ્લર કરીને પ્રસારિત કર્યા હતા. રાઠોડે આરોપને નકારતા કહ્યું કે તે પ્રશ્નકાળ દરમ્યાન સરકારને પ્રશ્ન પૂછવા માટે પોતાના મોબાઈલ તે સબંધિત સામગ્રી જોતા હતા. તેમજ મોબાઈલ પરથી કેટલીક સામગ્રી ડીલીટ કરી રહ્યા હતા. કારણ કે જગ્યા ભરાઈ હતી, તેમણે કહ્યું કે જ્યારે  હું સવાલ માટે જરૂરી સામગ્રી જોઈ રહ્યો હતો તેમજ અનેક મેસેજ ભરાઈ ગયા હતા તેને ડીલીટ કરી રહ્યો હતો. તમે શું જોયું અને કયારે દેખાડ્યું મને ખબર નથી. હું આવી વસ્તુઓ ક્યારેય નથી કરતો.

અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં
IPL ક્રિકેટર રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો

 

ઉલ્લેખનીય છે કે, આવી  જ  એક ઘટનામાં વર્ષ 2012માં ત્રણ મંત્રી વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ફોન પર અશ્લીલ કલીપ દેખતા કેમેરામાં કેદ થયા હતા. જેના લીધે તત્કાલીન ભાજપ સરકારે ભારે શરમ અનુભવી પડી હતી. આ ઘટના બાદ ત્રણે મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા.

 

આ પણ વાંચો: Jamnagar: મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ, NCPએ ઉમેદવારોના નામ કર્યા જાહેર