Karnataka : બી.એલ. સંતોષ બની શકે છે કર્ણાટકના મુખ્યપ્રધાન, ટુંક સમયમાં થશે નામની જાહેરાત

|

Jul 27, 2021 | 11:13 AM

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બી.એલ.સંતોષનું નામ આગળ પડતુ છે. સુત્રોનું માનીએ તો ટુંક સમયમાં તેમના નામની જાહેરાત થઈ શકે છે.

Karnataka : બી.એલ. સંતોષ બની શકે છે કર્ણાટકના મુખ્યપ્રધાન, ટુંક સમયમાં થશે નામની જાહેરાત
B.L Santosh (File Photo)

Follow us on

Karnataka :  કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન (Chief Minister) કોણ બનશે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે ત્યારે સુત્રોનું માનીએ તો,કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બી.એલ.સંતોષના(B L Santosh) નામની ઘોષણા ટુંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

કર્ણાટક (રાજ્યના પ્રભારી અને ભાજપ મહામંત્રી અરુણ સિંહ (Arun Sinh)મંગળવારે બેંગલુરુ પહોંચશે તેવી સંભાવના છે. બી.એલ. સંતોષની વાત કરવામાં આવે તો, તે એક તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાદેશિક ઇજનેરી કોલેજમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવેલી છે. તેઓ RSSના (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)પ્રચારક પણ છે, અને તેમણે કર્ણાટકમાં ભાજપના મહાસચિવ તરીકે પણ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે,બે વર્ષ પહેલા બી.એલ. સંતોષને (B L santosh) ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, દરેક વિધાનસભા મતક્ષેત્રમાં પાર્ટીના (Party) કાર્યકરો તેમને નામથી ઓળખે છે. અને તેઓ પક્ષમાં પ્રેમથી સંતોષજી તરીકે ઓળખાય છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ અને જેડીએસ નેતા એચડી રેવાન્ના સાથે બી.એલ. સંતોષ સંપર્કમાં 

સૂત્રોનું માનીએ તો, બી.એલ. સંતોષ સોમવારે બેંગલુરુ(Bengaluru) પહોંચ્યા છે અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ જેડીએસ નેતા એચડી રેવાન્ના (HD Revanna) તેમના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં(Assembly)  JDSના ઉપનેતા બાંદપ્પા કાશેમપુર છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં(Delhi) હોવાનું અને સોમવારે બેંગલુરુ પરત ફર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આપને જણાવવું રહ્યું કે,આ પહેલા સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yeddyurappa) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે (Thavarchand gehlot)મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાના રાજીનામાને સ્વીકાર્યું છે.મહત્વનું છે કે, બી.એસ. યેદીયુરપ્પાએ મુખ્યપ્રધાન તરીકે બે વર્ષનો કાર્યભાળ સંભાળ્યો હતો.

 

આ પણ વાંચો: આસામ મિઝોરમ સરહદે અથડામણ, આસામના છ પોલીસ જવાનો શહીદ, બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ટ્વિટર વોર, કેન્દ્રિય ગૃહપ્રધાનને હસ્તક્ષેપ કરવા કરી અપીલ

આ પણ વાંચો: Himachal Pradesh: કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 150થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા, તંત્ર હાઈ એલર્ટ પર

Next Article