JAMNAGAR: ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર કરસન કરમુર હવે ‘આપ’ ના

|

Feb 05, 2021 | 8:00 PM

જામનગર (JAMNAGAR) મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર, આહીર સમાજના મોટા અગ્રણી કરસન કરમુર AAPમાં જોડાઈ ગયા છે.

જામનગર (JAMNAGAR) મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર, આહીર સમાજના મોટા અગ્રણી કરસન કરમુર AAPમાં જોડાઈ ગયા છે. જામનગર આહિર સમાજના પ્રમુખ કરસન કરમૂરે BJP સાથે છેડો ફાડી નાખ્યો હતો. કરસન કરમૂરે પોતાના સગા માટે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા તેમણે આખરે ભાજપને રાજીનામું ધરી દીધું હતું.

 

 

BJPમાંથી રાજીનામું આપ્યા બાદ કરસન કરમૂર આમ આદમી પાર્ટી – AAPમાં જોડાઈ ગયા છે. કરસન કરમૂર સાથે વોર્ડ નંબર 5 ના પ્રમુખ, જેન્તિભાઈ સાવલીયા, કાર્યકર મહેન્દ્રસિંહ નટુભાઈ ઝાલા, રાજેશ પટેલ સહિતના BJPના નેતાઓ AAPમાં જોડાઈ ગયા છે. જામનગરમાં આહીર સમાજના મોટા અગ્રણી કરસન કરમૂરના AAPમાં જોડાવાથી BJPને મોટો ઝટકો લાગ્યો છે.

 

આ પણ વાંચો: શું બદલાઈ જશે Indira Gandhiનો 51 વર્ષ જૂનો નિર્ણય? દેશમાં રહેશે માત્ર ચાર સરકારી બેંક!

Next Video