NCPના નેતા અજીત પવારને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં અજીત પવારને ક્લિનચીટ મળી છે. મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ અજીત પવારને ક્લિનચીટ આપી દેતા હવે સવાલો ઉભા થયા છે. એસીબીનું કહેવું છે કે, અજીત પવારે કોઇપણ પ્રકારનો ગુનો કર્યો નથી. અને આ મામલે જળ સંસાધનના અધિકારીઓની માત્ર પૂછપરછ જ કરવામાં આવશે.
મહત્વનું છે કે, સિંચાઇ કૌભાંડના 9 કેસમાં અજીત પવારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહિં જ્યારે ફડણવીસ સાથે શપથ લીધી ત્યાર બાદ સિંચાઇ કૌભાંડના આરોપીઓને ક્લિનચીટ મળી હતી. તે દરમિયાના કોંગ્રેસ, શિવસેના અને એનસીપીએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે, ભાજપ સાથે સાંઢગાંઢ હતી તેથી ક્લિનચીટ મળી. જો કે, એસીબીએ તે સમયે સ્પષ્ટતા કરી હતી કે, અજીત પવારને કોઇપણ પ્રકારની ક્લિનચીટ મળી નથી.
આ પણ વાંચોઃ જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ
હવે જાણીએ કે સમગ્ર મામલો શું છે? 2009માં વિદર્ભમાં 38 સિંચાઇ પરિયોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાના બજેટમાં 20 હજાર કરોડનો વધારો કરી 26 હજાર 722 કરોડ કરી દેવામાં આવી. અજીત પવારે 2009માં આ વધારાને મંજૂરી આપી દીધી. આ ઉપરાંત એક જ દિવસમાં 38 પરિયોજનાઓ માટે એક જ દિવસમાં ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હતા. તેથી આરોપ છે કે, આ ટેન્ડરમાં કૌભાંડ થયું છે.
તો અજીત પવારને ક્લિનચીટ મળ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાને દેવેન્દ્ર ફડણવીસે સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યુ કે, 27 નવેમ્બરના રોજ પોલીસે સોગંદનામું આપ્યું. અને તે દિવસે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. તેથી હવે મુખ્યપ્રધાનના કામકાજ પર સવાલો ઉભા થાય છે.