કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

|

Apr 20, 2019 | 10:43 AM

લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે. Amethi returning officer orders postponement of scrutiny of Congress President Rahul Gandhi’s nomination papers to 22nd April.#TV9News pic.twitter.com/bDKqA8g7Pf — Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2019 Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-05-2024 ડ્રાઇવિંગ લાયસન્સના […]

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

Follow us on

લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. હવે તેમની નાગરિકતા પર સવાલો પાર્ટીઓ ઉઠાવવા લાગી છે અને તેમની ઉમેદવારી પણ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ સાથે ઉત્તર પ્રદેશની અમેઠી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

અમેઠી બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલાં ઉમેદવાર ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે ચૂંટણીના રિટર્નિગ ઓફિસરને આ બાબતને ફરીયાદ કરી છે. ફરીયાદમાં કહેવાયું છે કે રાહુલ ગાંધીએ બ્રિટનની નાગરિકતા લઈને રાખી છે તો તે ભારતમાં ચૂંટણી લડી શકે નહીં. આ દાવો બ્રિટનમાં રજિસ્ટર્ડ એક કંપનીના દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યો છે.

 

TV9 Gujarati

 

ભાજપના જીવીએલ નરસિમ્હા રાવે પણ આ બાબતને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાહુલ ગાંધીની ચૂંટણી રદ્દ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ભાજપના નેતા નરસિમ્હા રાવના કહેવા મુજબ રાહુલ ગાંધીને સોમવાર સુધી જવાબ આપવા પણ રિટર્નિંગ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે. આમ હવે રાહુલ ગાંધીની નાગરિકતા અને શિક્ષણને પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article