મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનો શિવસેનાને જવાબ, 5 વર્ષ હું જ બનીશ મુખ્યપ્રધાન, 50-50નો કોઈ વાયદો નથી

|

Oct 29, 2019 | 8:09 AM

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદની લડાઇ વધુ આકરી બની છે. દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને મોટો ઝટકો આપ્યો છે. 50-50 ફોર્મ્યુલાને લઇ ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુખ્યપ્રધાન પદ માટે શિવસેના સાથે અઢી-અઢી વર્ષનો કોઇ વાયદો નથી થયો. એટલું જ નહિ ફડણવીસે એવો પણ દાવો કર્યો કે, આગામી 5 વર્ષ માટે મહારાષ્ટ્રનો સીએમ […]

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનો શિવસેનાને જવાબ, 5 વર્ષ હું જ બનીશ મુખ્યપ્રધાન, 50-50નો કોઈ વાયદો નથી

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદની લડાઇ વધુ આકરી બની છે. દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને મોટો ઝટકો આપ્યો છે. 50-50 ફોર્મ્યુલાને લઇ ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુખ્યપ્રધાન પદ માટે શિવસેના સાથે અઢી-અઢી વર્ષનો કોઇ વાયદો નથી થયો. એટલું જ નહિ ફડણવીસે એવો પણ દાવો કર્યો કે, આગામી 5 વર્ષ માટે મહારાષ્ટ્રનો સીએમ હું જ બનીશ. અને હું જ સીએમ પદ પર પાંચ વર્ષ પૂર્ણ કરીશ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે વિકલ્પ છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત એક અનૌપચારીત વાતચીતમાં ફડણવીસે એવો પણ દાવો કર્યો કે, 15 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જેમણે ભાજપને સમર્થન આપવાનું મન બનાવી લીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે, શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદને લઇ જબરજસ્ત પેંચ ફસાયો છે. એક તરફ નેતાઓના નિવેદન અને સામના મારફતે શિવસેના ભાજપ પર દબાણ વધારી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ આ દબાણમાં આવવાના જરાય મૂડમાં લાગતું નથી. આ વાત ફડણવીસના નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article