Hemant Soren ની દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો, નિશિકાંત દુબેની ટ્વિટથી રાજકીય હલચલ

|

Jun 18, 2021 | 6:08 PM

ઝારખંડ(Jharkhand)ના રાજકારણમાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)ની દિલ્હી મુલાકાતે રાજકીય અટકળોનું બજાર ગરમાવી  દીધું છે. 

Hemant Soren ની દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો, નિશિકાંત દુબેની ટ્વિટથી રાજકીય હલચલ
Hemant Soren ની દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો

Follow us on

ઝારખંડ(Jharkhand)ના રાજકારણમાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)ની દિલ્હી મુલાકાતે રાજકીય અટકળોનું બજાર ગરમાવી  દીધું છે.  જ્યારે નિશીકાંત દુબેની ટ્વિટ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યના કેટલાક મંત્રીઓ સહિત કેબિનેટ વિસ્તરણમાં પોતાના માટે મંત્રી મંડળમાં સમાવવાની આશા રાખનારા ધારાસભ્યોની મુશ્કેલી વધી છે. તેમજ કોંગ્રેસની પણ ચિંતા વધી છે.

નવા સાથી સાથે સરકાર રચવા માટે તેમનો જુગાડ તો નથી ને

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ ઝારખંડ(Jharkhand)ના સીએમ હેમંત સોરેનની દિલ્હી મુલાકાત અંગે ટિ્‌વટ કર્યું હતું કે, ‘મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)જી હવે કોંગ્રેસથી પરેશાન છે. શું તેના નવા સાથી સાથે સરકાર રચવા માટે તેમનો જુગાડ તો નથીને ?’ શાસક પક્ષના નેતાઓએ દુબેના આ ટ્વિટ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસની સાથે-સાથે તમારે ભ્રષ્ટાચારની સરકાર પણ ચલાવવી પડશે

તેના પછી એક બીજી એક ટ્વિટમાં તેમણે સોરેનની ભાજપમાં જોડાવાની સંભાવનાને નકારી હતી અને લખ્યું હતું કે, ‘હેમંત સોરેન જી, ઝારખંડ ભાજપ તમારી યુક્તિ સમજી રહ્યો છે. કોંગ્રેસની સાથે-સાથે તમારે ભ્રષ્ટાચારની સરકાર પણ ચલાવવી પડશે. પરંતુ દબાણ બનાવવા માટે તમે કેટલાક ફોટો સેશન કરવા માંગો છો જેથી તમે કોંગ્રેસનું દબાણ ઓછું કરી શકો. મધુ કોડા ભાગ 2 ઝિંદાબાદ.

કોંગ્રેસમાં આંતરિક ચિંતા

જ્યારે આ સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની અંદર ચિંતા વધી છે. નેતાઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે હેમંત સોરેનની બેઠકના પરિણામ અંગે અટકળો લગાવી રહ્યા છે. ભલે અહીંની સ્થિતિને પંજાબ કે રાજસ્થાનની જેમ ખરાબ ગણાવી નથી પરંતુ તે ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે અંદર બધુ બરાબર નથી.

કોંગ્રેસના ક્વોટામાંથી એક-બે પ્રધાનોને બહારનો રસ્તો બતાડાશે

એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસના ક્વોટામાંથી એક-બે પ્રધાનોને બહારનો રસ્તો બતાવીને તેમની જગ્યાએ નવા ધારાસભ્યોને રિપ્લેસ કરવામાં આવી શકે છે. પાર્ટીની આગામી રણનીતિ અંગે રાજ્યથી લઈને કેન્દ્રીય નેતૃત્વ સુધીના સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.

Published On - 6:03 pm, Fri, 18 June 21

Next Article