Gujarat Politics: હજુ તો શંકરસિંહ કોંગ્રેસમાં આવ્યા નથી ત્યાં જૂથવાદનું બ્યૂગલ ફુંકાયુ, જાણો શું ઉઠ્યો વિવાદ
શંકરસિંહ આવ્યા વિવાદ લાવ્યા?

Gujarat Politics: હજુ તો શંકરસિંહ કોંગ્રેસમાં આવ્યા નથી ત્યાં જૂથવાદનું બ્યૂગલ ફુંકાયુ, જાણો શું ઉઠ્યો વિવાદ

| Updated on: Feb 03, 2021 | 7:28 PM

Gujarat Politics : હજુ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા આવવાની વાત થઈ રહી છે તે સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ કેટલાક નેતા તેમને આવકારી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક નેતા નારાજ હોવાનું સામે આવ્યું છે.

Gujarat Politics : હજુ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા આવવાની વાત થઈ રહી છે તે સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ કેટલાક નેતા તેમને આવકારી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક નેતા નારાજ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે બાપુની કાર્ય પદ્ધતિના કારણે એક સમયે નારાજગી હતી, જો તેઓ આવશે તો કોંગ્રેસમાં જૂથવાદ વકરશે તો તેમણે શરત મુકી છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો જ આવીશ તો આ શરત ન થઈ તો શું થયું તે સવાલ હેમાંગ વસાવડાએ કર્યો હતો.

કોંગ્રેસનો એક પક્ષ શંકરસિંહ વાઘેલાને ફરી પક્ષમાં સામેલ કરવા તૈયાર છે. પ્રદેશ પ્રવક્તા જયરાસિંહ પરમારે શંકરસિંહ વાઘેલાનો વીડિયો સાંભળ્યા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બાપુને કોંગ્રેસમાં આવવાની ઈચ્છા છે અને સમાન વિચારસરણી ધરાવતા લોકો ભેગાં થાય તેમાં કંઈ નવું નથી. હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ શંકરસિંહ કોંગ્રેસમાં જોડાતા હશે, તો ગુજરાત કોંગ્રેસ તેમને વધાવશે.