GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અસંતોષ, અનેક કાર્યકરોએ ઠાલવ્યો રોષ

GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અસંતોષ, અનેક કાર્યકરોએ ઠાલવ્યો રોષ

| Updated on: Feb 05, 2021 | 3:49 PM

GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અનેક સ્થળે અસંતોષ છે. વર્ષોથી ચૂંટાતા નેતાઓને પડતા મૂકાતા સમર્થકોએ જાહેરમાં રોષ ઠાલવ્યો.

GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અનેક સ્થળેથી અસંતોષ સામે આવ્યો છે. ભાજપના સિનિયર આગેવાનો, વર્ષોથી ચૂંટાતા નેતાઓને પડતા મૂકાતા સમર્થકોએ જાહેરમાં રોષ ઠાલવ્યો. અમદાવાદ ગોતા વોર્ડના ચાણ્કયપુરી વિસ્તારમાં દિનેશ દેસાઈનું નામ કપાતા સ્થાનિકોએ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ ચાંદખેડા, સાબરમતી વોર્ડના મહિલા કાર્યકરો ખાનપુર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા દોડી ગયા હતા. વડોદરા ભાજપના વોર્ડ નંબર 18માં જૂના નેતાને ટિકિટ ન મળતા 80થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા. સુરતમાં વોર્ડ નંબર 3માં આયાતી ઉમેદવાર ભાવેશ ડોબરીયા અને ધર્મેશ સરસિયાનો વિરોધ થયો. ભાજપ કાર્યકરો સ્થાનિકને ટિકિટ આપવાની માગ સાથે સી.આર.પાટીલની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા. જામનગરના વોર્ડ નંબર 9માં પણ ભાજપમાં નારાજગી સામે આવી.

 

Published on: Feb 05, 2021 03:49 PM