VIDEO: અમદાવાદનું થશે સીમાંકન! વિપક્ષ અને સત્તાપક્ષ આમને-સામને

|

Oct 28, 2019 | 11:49 AM

અમદાવાદ જિલ્લામાં આવેલા બોપલને શહેરમાં સમાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. પરંતુ કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે આસપાસના ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે- અમદાવાદ મહાનગરપાલિકાને બે ભાગમાં વહેંચી દેવાની […]

VIDEO: અમદાવાદનું થશે સીમાંકન! વિપક્ષ અને સત્તાપક્ષ આમને-સામને

Follow us on

અમદાવાદ જિલ્લામાં આવેલા બોપલને શહેરમાં સમાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. પરંતુ કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે આસપાસના ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે- અમદાવાદ મહાનગરપાલિકાને બે ભાગમાં વહેંચી દેવાની માગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે શહેરને બે ભાગમાં વિભાજીત કરીને બે કૉર્પોરેશન બનાવવામાં આવે. જેથી શહેરીજનોને સારી સુવિધાઓ મળી રહે.

બીજી તરફ સત્તાધીશોએ બદરૂદ્દીન શેખની વાતને ફગાવી દીધી છે. મેયર બીજલ પટેલે દાવો કર્યો છે કે હાલ કોર્પોરેશન શહેરીજનોને તમામ પ્રકારની સુવિધા આપવા સક્ષમ છે. આક્ષેપ કરવાની કૉંગ્રેસની ટેવ છે અને તે વિકાસના કામોમાં રોડા નાખે છે તેવો મેયરે આક્ષેપ કર્યો હતો. નવા સીમાંકનને લઈ તેમણે કહ્યું કે સીએમ રૂપાણી સાથે જલ્દી આ અંગે બેઠક થશે અને તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ 90 કિલોમીટર સુધી મર્યાદિત હતી. ત્યારબાદ 1987માં શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો અને કોર્પોરેશનનું ક્ષેત્રફળ વધારીને 192 કિલોમીટર કરવામાં આવ્યું. ત્યારબાદ 2010માં પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્પોરેશનમાં શરૂઆતમાં 15 વોર્ડ અને 92 કાઉન્સિલરો હતા. ધીમે ધીમે તેની સંખ્યા વધતી ગઈ અને હાલ 48 વોર્ડ અને 192 કાઉન્સિલરો થઈ ગયા છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્ષેત્રફળ 466 કિલોમીટર છે. જેમાં કેટલાંક નવા વિસ્તારો સમાવેશ કરવાથી અમદાવાદનો વિસ્તાર વધીને 600 કિલોમીટર થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article