શક્તિસિહ-ભરતસિહ વચ્ચેના વિખવાદનો લાભ ભાજપને મળશે- નરહરી અમીન

|

Jun 18, 2020 | 8:33 AM

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે વિખવાદ છે. જેનો સીધો લાભ ભાજપને મળશે અને ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપના ઉમેદવાર અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરી અમીને કર્યો છે. નરહરી અમીને કહ્યુ કે, કોંગ્રેસ રાજ્યસભાની માત્ર એક જ બેઠક જીતી શકે તેમ હોવા છતા બે ઉમેદવારોને ઉતાર્યા છે. બન્ને […]

શક્તિસિહ-ભરતસિહ વચ્ચેના વિખવાદનો લાભ ભાજપને મળશે- નરહરી અમીન

Follow us on

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે વિખવાદ છે. જેનો સીધો લાભ ભાજપને મળશે અને ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપના ઉમેદવાર અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરી અમીને કર્યો છે.

નરહરી અમીને કહ્યુ કે, કોંગ્રેસ રાજ્યસભાની માત્ર એક જ બેઠક જીતી શકે તેમ હોવા છતા બે ઉમેદવારોને ઉતાર્યા છે. બન્ને ઉમેદવારો વચ્ચે જે મતોની ફાળવણી કરવામા આવી છે તેને લઈને ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલ વચ્ચે વિખવાદ છે. એક સમયે કોંગ્રેસના હાઈકમાન્ડે બે પૈકી કોઈ એક ઉમેદવાર તેમની ઉમેદવારી પરત ખેચી લે તેવી વાત કરી હતી પણ બન્નેએ તેમની ઉમેદવારી પરત ખેચવા નનૈયો ભણી દિધો હતો.

ગુજરાત કોંગ્રેસમા હાલ યાદવાસ્થળી ચરમસીમાએ છે. આંતરીક લડાઈ તીવ્ર બની છે. ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટમાં રાખવા પડે છે. જીતવા માટે જરૂરી મતોની ફાળવણીને લઈને પણ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના કયા ધારાસભ્ય કયા ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ અને કયા ઉમેદવારને સેકન્ડ પ્રેફરન્સનો મત આપશે તેને લઈને પણ મતભેદ હોવાનો ઉલ્લેખ કરીને નરહરી અમીને આડકતરી રીતે ઈશારો કરી દીધો છે કે, કોંગ્રેસના ધારાસભ્યો તેમના જ ઉમેદવારોને પાર્ટીએ નક્કી કરેલ પ્રેફરન્સ મુજબના મત નહી આપે.  આ સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જશે. જુઓ વિડીયો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article