Gandhinagar : “દાલ મેં કુછ કાલા હૈ” વિપક્ષે ગૃહમાં કેમ કર્યો દેકારો ?

|

Mar 20, 2021 | 2:47 PM

Gandhinagar : વિધાનસભામાં સતત બીજા દિવસે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિપક્ષે ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર કટકી કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Gandhinagar : દાલ મેં કુછ કાલા હૈ વિપક્ષે ગૃહમાં કેમ કર્યો દેકારો ?
તુવેરદાળ-ફાઇલ

Follow us on

Gandhinagar : વિધાનસભામાં સતત બીજા દિવસે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિપક્ષે ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર કટકી કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અને, તુવેરદાળમાં સરકાર નફાખોરી કરતી હોવાના મુદ્દે વિપક્ષના સવાલોને કારણે સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઇ હતી. કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે પુરાવા સાથે પ્રશ્નો કર્યા હતા. જેથી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અટવાઇ પડયા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થિતિને સંભાળવી પડી હતી.

કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો કે સરકાર પ્રતિ કિલો રૂ. 39 ભાવે તુવેર દાળની ખરીદી કરે છે. અને, આ-જ તુવેરદાળને ગરીબોને 61 રૂપિયામાં વિતરણ કરાય છે. તો તુવેરદાળના કિલોએ 22 રૂપિયા લેખે ગરીબો પાસેથી સરકાર નફો રળે છે. આ મામલે પ્રથમ તો સરકારે તુવેર દાળની ખરીદીનો ઇન્કાર કર્યો હતો. જે મામલે કોંગ્રેસના શૈલેષ પરમારે પુરાવો રજુ કર્યો હતો. જેમાં પુરવઠા નિગમની તુવેરદાળની ખરીદીના ભાવ સ્પષ્ટ રીતે દર્શાવતો ઠરાવ પુરાવા રૂપે રજૂ કર્યો હતો. તો કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે આ પરિપત્રને મહિનો પણ થયો નથી છતાં સરકાર આ વાતને સ્વીકારવા તૈયાર નથી, તો પછી આ કંઇ સરકાર મલાઇ ખાઇ જાય છે ? ધાનાણીના આવા કટાક્ષની સાથે જ મુખ્યપ્રધાન સહિતના બંને પક્ષના તમામ નેતાઓ ગૃહમાં ઉભા થઇ ગયા હતા. અને, વિપક્ષે તુવેરદાળમાં કંઇક કાળું છે એવા સૂત્રોથી ગૃહ ગજવી મુક્યું હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મુખ્યપ્રધાન રૂપાણી થયા લાલઘૂમ

આમ, અપૂરતી તૈયારીને કારણે વિપક્ષના આક્રમક વલણને કારણે સરકારના પ્રધાનો ઘેરાઇ ગયા હતા. આ મુદ્દે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોઇ જવાબ આપી શક્યા ન હતા. જેથી મુખ્યપ્રધાન રૂપાણી રીતસરના અકળાઇ ગયા હતા. અને મુખ્યપ્રધાનના શારીરિક હાવભાવ જોતા જ કહી શકાય કે તેઓ રાદડીયા અને સચિવ પર લાલઘૂમ થઇ ગયા હતા.

કેબિનેટ મંત્રી વારંવાર જવાબ બદલવાથી ફસાયા

આ મુદ્દે રાદડિયા વારંવાર જવાબ બદલી રહ્યા હતા. જેથી સરકાર ફસાઈ ગઇ હતી. પહેલા કહ્યું કે સરકાર દાળ ખરીદતી જ નથી. પછી કહ્યું નાફેડ પાસેથી લઇ પ્રોસેસ કરાવી આપીએ છીએ. પછી કહ્યું પરિપત્ર પ્રમાણેના ભાવે ખરીદી થઇ નથી. આમ, મંત્રીના વારંવાર બદલાતા સુરને કારણે સરકાર વિપક્ષ સામે લાચાર દેખાઇ હતી.

Next Article