અમદાવાદ CAA વિરોધનો ખોટો વીડિયો વાઈરલ, ક્રાઈમ બ્રાંચે નોંધી ફરિયાદ

|

Dec 20, 2019 | 2:11 PM

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગઈકાલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમુક અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો તો પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટી ખબર ફેલાવવાનું શરું થયું હતું અને પોલીસને બદનામ કરવા માટે એક વીડિયો સોશિયલ મીડિયા […]

અમદાવાદ CAA વિરોધનો ખોટો વીડિયો વાઈરલ, ક્રાઈમ બ્રાંચે નોંધી ફરિયાદ

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગઈકાલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમુક અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો તો પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટી ખબર ફેલાવવાનું શરું થયું હતું અને પોલીસને બદનામ કરવા માટે એક વીડિયો સોશિયલ મીડિયા પર અમદાવાદ શાહ આલમના પ્રદર્શનના નામે વહેતો મુકવામાં આવ્યો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા! કાશ્મીરમાં પણ ધરતી હચમચી, જુઓ VIDEO

આ વીડિયો ફેક હતો અને તે ઉત્તરપ્રદેશના લખનઉં શહેરનો હતો અને આ વીડિયો પળભરમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર છવાઈ ગયો હતો. આ ખોટો વીડિયો લોકોને ભરમાવવા માટે ઉમરખાન પઠાણ નામના એક વ્યક્તિએ શેર કર્યો હતો. ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિની સામે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અમદાવાદ પોલીસે ટ્વીટર પર પણ લોકોને સજાગ રહેવા માટે સંદેશો આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમ આવા ભડકાવનારા વીડિયો અને કન્ટેન્ટ પર નજર રાખી રહી છે જેના લીધે માહોલ ના બગડે. આમ કોઈપણ વીડિયોને શેર કરતાં પહેલાં સાવચેતી રાખો અને ખરાઈ કર્યા બાદ જ તપાસ કરો નહીં તો કાર્યવાહી થઈ શકે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:31 pm, Fri, 20 December 19

Next Article