Election 2021: આસામની ચૂંટણીમાં ગેરરીતિની મોટી ઘટના આવી સામે, 90 મતદારો અને મત પડ્યા 181

|

Apr 06, 2021 | 4:48 PM

આસામના દિમા હસાઓ જિલ્લાના મતદાન મથક પર મતદારોની સંખ્યાથી બે ઘણાથી પણ વધુ વોટ પડતા ચોતરફ હાહાકાર મચી જવા પામ્યો હતો.

Election 2021: આસામની ચૂંટણીમાં ગેરરીતિની મોટી ઘટના આવી સામે, 90 મતદારો અને મત પડ્યા 181
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આસામના દિમા હસાઓ જિલ્લાના મતદાન મથક પર મોટી ગેરરીતિઓ સામે છે. અહીં માત્ર 90 મતદારો નોંધાયેલા છે, પરંતુ કુલ 181 મત પડ્યા હોવાની ઘટના સામે આવતા ચોતરફ હાહાકાર મચી જવા પામ્યો હતો. સહાયક સ્ટેશન પર ડબલથી વધુ નામાંકિત મતદારોએ પોતાનો મત આપ્યાની વાત સામે આવતા હંગામો થયો હતો. આ કેસમાં ‘ફરજનું અપમાન’ કરવા બદલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આસામના મુખ્ય ચૂંટણી અધિકારી નીતિન ખાદે જણાવ્યું હતું કે, “એ. ખોથલિર એલપી સ્કૂલમાં પ્રથમ વખત મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. આ મતદાન મથક હાફલોંગ વિધાનસભા મત ક્ષેત્રમાં છે. બીજા તબક્કામાં 1 એપ્રિલે મતદાન થયું હતું. હેફલોંગમાં 74 ટકા મતદાન થયું હતું.

પ્રિઝાઇડિંગ ઓફિસરે કબુલ્યું ડબલ વોટિંગની વાત

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ મતદાન કેન્દ્ર ખોટલિર એલપી સ્કૂલના 107 (એ) માં હતું. 90 મતદારો હોવા છતા 181 મતો પડયા હતા. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પ્રિઝાઇડિંગ ઓફિસરએ પોતાના નિવેદનોમાં સ્વીકાર્યું કે તેણે “મુખ્ય મતદાન મથક અને સહાયક મતદાન મથક, એમ બંને જગ્યાએ મતદારોને પોતાનો મત આપવાની મંજૂરી આપી હતી.”

આ અધિકારીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચે એસ. લ્હાંગુમ (સેક્ટર ઓફિસર), પ્રહલાદ સી. રોય (પ્રિઝાઇડિંગ ઓફિસર), પરમેશ્વર ચારંગસા (પ્રથમ મતદાન અધિકારી), સ્વરાજ કાંતિ દાસ (બીજા મતદાન અધિકારી) અને એલ થિક (ત્રીજા મતદાન અધિકારી) ને બેદરકારી બદલ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. .

વિધાનસભાની આ બીજી બેઠક, જ્યાં ફરીથી ચૂંટણી થશે

રીટર્નિંગ અધિકારીએ જણાવ્યું કે આ વિધાનસભામાં ફરીથી ચૂંટણીના આદેશ અપાયા છે. અગાઉ આ વિધાનસભાની બેઠક રતબરીમાં બીજી વખત ચૂંટણી યોજવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે પોલ અધિકારી ભાજપના ઉમેદવારની પત્નીની કારમાં ઇવીએમ મશીન લઈ જતા પકડાયા હતા.

Published On - 4:47 pm, Tue, 6 April 21

Next Article