Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ

|

Aug 10, 2021 | 8:53 AM

દિલ્હી પોલીસે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારના કેસમાં અજાણ્યા લોકો સામે પણ FIR નોંધાવી છે. દિલ્હી પોલીસ કમિશનરે (Delhi Police commissioner) આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે રવિવારની ઘટનામાં સામેલ અશ્વિની ઉપાધ્યાય અને સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે.

Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ
Bjp Leader ashwini upadhyay (File Photo)

Follow us on

Delhi: ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે જોડાયેલા કેસમાં મોડી રાત્રે 3 વાગ્યે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં (Police Station) તેમણે જણાવ્યું હતું કે, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર 8 ઓગસ્ટના રોજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન (Save India Foundation)હેઠળ જંતર મંતર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે, કાર્યક્રમમાં 50 લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વધતી ભીડને ધ્યાનમાં રાખીને 12:00 વાગ્યે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે (Ashwini Upadhyay) કહ્યું કે, તેઓ નથી જાણતા કે નારા લગાવનારા લોકો કોણ છે અને શા માટે તેઓએ નારા લગાવ્યા. આ સમગ્ર મામલે અશ્વિની ઉપાધ્યાયે સંપૂર્ણપણે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે. આપને જણાવવું રહ્યું કે,અશ્વિની ઉપાધ્યાય ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ છે.

અશ્વિની ઉપાધ્યાય વિરુધ્ધ FIR દાખલ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારના કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police)અજાણ્યા લોકો સામે FIR પણ નોંધાવી હતી. દિલ્હી પોલીસ કમિશનરે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે રવિવારની ઘટનામાં સામેલ અશ્વિની ઉપાધ્યાય અને સહિત અન્ય લોકોની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,અશ્વિની ઉપાધ્યાયને રાતનાં 3 વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે એક નિવેદન જહેર કરીને જણાવ્યું હતુ કે, અશ્વિની ઉપાધ્યાય અને આ ઘટનામાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે. દિલ્હી પોલીસના (Delhi Police) જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી.ઉપરાંત કહ્યું કે, ભડકાઉ નારેબાજી મામલે રાજકીય નેતાઓ સહિત વિવિધ સમાજ (Community) દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની પણ અટકાયત: દાવો

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને (Vishnu Gupta)પણ જંતર મંતર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સાથે જોડાયેલા કેસમાં પોલીસે અટકાયત કરી છે. હિન્દુ સેનાએ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાના ઘરે 1:30 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક અજાણ્યા કાર્યકરો દ્વારા જંતર મંતર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપમાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: UNSC: વડાપ્રધાન મોદીએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 5 મૂળભૂત મંત્રો આપ્યા

આ પણ વાંચો: Corona Latest Update: કોરોનાના વધતા કેસને લઈને કેનેડાએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

Published On - 8:52 am, Tue, 10 August 21

Next Article