લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો ‘સબક’ તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ

|

May 29, 2019 | 1:28 PM

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હીની કેજરીવાલ સરકારના તેવરમાં ફેરફાર થયો છે. દિલ્હીની સરકારે સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાના કાયદાને મંજૂરી આપી દીધી છે. મંગળવારના રોજ દિલ્હીની સરકારે આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને તેમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી છે. આ […]

લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો સબક તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ

Follow us on

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હીની કેજરીવાલ સરકારના તેવરમાં ફેરફાર થયો છે. દિલ્હીની સરકારે સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાના કાયદાને મંજૂરી આપી દીધી છે.

મંગળવારના રોજ દિલ્હીની સરકારે આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને તેમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી છે. આ સર્ક્યુલર બાદ જ દિલ્હીમાં બધી જ સરકારી નોકરીમાં હવે સામાન્ય વર્ગના ગરીબ લોકોને ફાયદો મળી રહેશે. 10 ટકા અનામત નોકરીમાં લાગૂ થઈ જશે.

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

 

TV9 Gujarati

 

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તરત જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આ નિર્ણય લેવાયો છે જેના લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેના ઘર્ષણને ટાળી શકાય. ચૂંટણી પરિણામો પછી કેજરીવાલે કેન્દ્રમાં જે ભાજપની સરકાર બનશે તેની સાથે રહીને કામ કરવાની વાત પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

આ પણ વાંચો:  મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરી શકાયું નહીં અને તેના લીધે જ પણ કેજરીવાલ મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં તેઓ એકલા હાથે દિલ્હીમાં લડ્યા અને કેજરીવાલની પાર્ટીને એકપણ લોકસભાની સીટ મળી નહીં. આ કારમી હાર બાદ જો આમ આદમી પાર્ટીને મળેલાં મતની સંખ્યા જોવા જઈએ તો જે વિધાનસભાની ચૂંટણીમાં નંબર 1 પાર્ટી હતી તે જ આમ આદમી પાર્ટી હવે ત્રીજા નંબરે આવી ગયી છે. દિલ્હીમાં લોકસભાની કુલ 7 સીટો પર ચૂંટણી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. આ જનાદેશને કેજરીવાલે સ્વીકારીને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાની પણ વાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આગળના વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે દિલ્હીમાં મત મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો સીધો લાભ આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે. લોકસભાની ચૂંટણીમાં તો હાર થઈ પણ જો વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા પરિણામો આવે તો કેજરીવાલના રાજકીય કરિયર પર ખતરો થઈ શકે. આમ એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોના મતો મેળવવા માટે આ નિર્ણય કેજરીવાલની સરકારે લીધો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article