મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી […]
Follow us on
મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આ વિસ્તારના ધારાસભ્યએ પણ સરકારને ઉગ્ર રજુઆત કરી છે.