પેટ્રોલ,ડિઝલ અને દુધના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરામાં કોગ્રેસના નેતાઓ કોરોના નિયમોનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Vadodara: Congress stages protest against fuel price hike
Follow us on
Congress Protest: વડોદરામાં પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની(Amit Chavda) આગેવાનીમાં કોગ્રેસ દ્વારા સાયકલ રેલી યોજીને મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં પેટ્રોલ ,ડિઝલ અને દુધના ભાવમાં થયેલા ભાવ વધારાને લઈને કોગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
કોરોના કાળમાં કોંગ્રેસના નેતાઓ (Congress Leader) ભાન ભુલીને મોટી સંખ્યામાં આ સાઈકલ યાત્રામાં જોડાયા હતા.શહેરમાં કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
જો કે, શરૂઆતમાં જ પોલીસે કોંગ્રેસના નેતાઓને રોકીને ડિટેન્શનની કાર્યવાહી શરૂ કરી છે.ઉપરાંત,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, રેલીમાં કોગ્રેસ દ્વારા કોરોના ગાઈડલાઈનનો ભંગ થતા સ્થાનિક પોલીસે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે.