લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

|

Dec 30, 2019 | 10:38 AM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં યોગી સરકાર પર અનેક બાબતે નિશાન તાક્યું હતું. CAAના વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં યુપી પોલીસના વર્તન પર સવાલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બદલો લેવાવાળા નિવેદન પર કામ કરે છે. ‘Cops are threatening citizens not to file FIR’ […]

લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

Follow us on

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં યોગી સરકાર પર અનેક બાબતે નિશાન તાક્યું હતું. CAAના વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં યુપી પોલીસના વર્તન પર સવાલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બદલો લેવાવાળા નિવેદન પર કામ કરે છે.

પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં આ વાતોનો કર્યો ઉલ્લેખ

કોંગ્રેસ નેતા પ્રિયંકાએ કહ્યું કે, આજે સવારે અમારા તરફથી રાજ્યપાલને ચીઠ્ઠી મોકલવામાં આવી છે. પ્રદેશ સરકાર પ્રશાસન અને પોલીસ દ્વારા અનેક જગ્યાએ અરાજકતા ફેલાવાઈ છે. એવા કદમ ઉઠાવવામાં આવ્યા છે જેનો કોઈ ન્યાય કે, કાનૂની આધાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિજનૌરમાં બે બાળકોની મોત થઈ છે. એક બાળક કોફિ મશિન ચલાવતો હતો. પિતાને જણાવીને બાળક દૂધ લેવા ગયો હતો. દૂધ લેવા ગયેલો બાળક લાંબા સમય સુધી ઘરે આવ્યો નહોતો. પછી પિતાને ખબર પડી કે, તેના બાળકની મોત થઈ અને તેનો મૃતદેહ મળ્યો હતો. સાથે પ્રિયંકાએ કહ્યું કે, પોલીસે પરિવાર પર દબાણ કર્યું હતું. અને FIR દાખલ ન કરવા ધમકી આપી હતી. સાથે પ્રિયંકાએ સુલેમાન નામના યુવકની વાત કરી હતી. જે UPSCની તૈયારી કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લખનઉમાં 77 વર્ષના રિટાયર્ડ ઓફિસરને તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જે આંબેડકરવાદી છે. તેમણે CAAના પ્રદર્શનને લઈ ફેસબુક પર પોસ્ટ કરી હતી. અને શાંતિની અપીલ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.

Next Article