મુખ્યમંત્રીની પસંદગી માટે રાહુલ ગાંધીએ શરૂ કરી ‘મન કી બાત’ ?

|

Dec 12, 2018 | 9:52 AM

છત્તીસગઢમાં આશરે 15 વર્ષ પછી મળેલી જંગી બહુમતી બાદ હવે કોંગ્રેસ સમક્ષ મુખ્યમંત્રી પદ માટે કોના પર પસંદગી ઉતારવી તેનો પડકાર છે. લાંબા સમયથી દિલ્હીથી જ હાઈ કમાન્ડ ઓપરેટ કરનાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવતર પ્રયોગ અજમાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં નેતાઓની જગ્યાએ કોંગી કાર્યકરોએ ફોન કરીને કોને મુખ્યમંત્રી બનાવવા તેનો અભિપ્રાય […]

મુખ્યમંત્રીની પસંદગી માટે રાહુલ ગાંધીએ શરૂ કરી મન કી બાત ?

Follow us on

છત્તીસગઢમાં આશરે 15 વર્ષ પછી મળેલી જંગી બહુમતી બાદ હવે કોંગ્રેસ સમક્ષ મુખ્યમંત્રી પદ માટે કોના પર પસંદગી ઉતારવી તેનો પડકાર છે. લાંબા સમયથી દિલ્હીથી જ હાઈ કમાન્ડ ઓપરેટ કરનાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવતર પ્રયોગ અજમાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં નેતાઓની જગ્યાએ કોંગી કાર્યકરોએ ફોન કરીને કોને મુખ્યમંત્રી બનાવવા તેનો અભિપ્રાય મેળવી રહ્યા છે. આ પહેલી વખત બની રહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષે સીધા કાર્યકરોને ફોન કરીને તેમની સલાહ માંગી હોય. આ પહેલા રાહુલ ગાંધીએ છત્તીસગઢના કોંગ્રેસી કાર્યકરોને બબ્બર શેર કહીને સંબોધન કર્યું હતુ.

આ પણ વાંચો : પાંચ રાજ્યોમાં હાર પછી શું મોદી અને શાહની જોડી આ પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હાલમાં કોંગ્રેસમાં ટીએસ સિંહદેવ, ડો.ચરણદાસ મહંત, ભૂપેશ બધેલ, તામ્રધ્વજ સાહૂ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. જેમના નામ પર વિચાર ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘હાથી’ બચાવવશે ‘પંજો’, જાણો શું છે ગણિત ?

છત્તીસગઢમાં 90માંથી 67 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવીને ભાજપના ગઢમાં સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે ભાજપ માત્ર 15 બેઠકો પર જ જીત મેળવી શક્યું છે.

Published On - 9:51 am, Wed, 12 December 18

Next Article