CM Vijay Rupani CMOને બદલે હોસ્પિટલમાંથી જ રાજ્યનું સંચાલન કરશે: DyCM Nitin Patelની સ્પષ્ટતા

CM Vijay Rupani CMOને બદલે હોસ્પિટલમાંથી જ રાજ્યનું સંચાલન કરશે: DyCM Nitin Patelની સ્પષ્ટતા

| Edited By: | Updated on: Feb 15, 2021 | 8:35 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો જોર શોરથી ચૂંટણી પ્રચારમાં પડી ગયા છે. ભાજપ પણ સભાઓ ગજવી રહી છે. આવી જ એક સભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધી રહ્યા હતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો જોર શોરથી ચૂંટણી પ્રચારમાં પડી ગયા છે. ભાજપ પણ સભાઓ ગજવી રહી છે. આવી જ એક સભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધી રહ્યા હતા અને અચાનક જ તબિયત બગાડતાં સ્ટેજ પર જ લથડી પડ્યા હતા. ત્યારબાદ સારવાર દરમ્યાન CM Vijay Rupani Corona Positive આવ્યા અને અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે વિજય રૂપાણીએ CM પદનો ચાર્જ કોઈને સોંપ્યો નથી, તેઓ વીડિયો કોન્ફરન્સ તથા મોબાઈલના માધ્યમથી જ રાજ્યનું સંચાલન કરતા રહેશે, તેથી ગુજરાત સરકાર હવે CMOને બદલે હોસ્પિટલમાંથી જ રાજ્યનું સંચાલન કરશે.

 

 

આ પણ વાંચો: કોરોના પોઝિટીવ આવ્યા બાદ CM રૂપાણીએ ટ્વીટ કરીને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ