
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા (Assam CM Himanta Biswa Sarma)એ કહ્યું છે કે, રાજ્યમાં પ્રાણીઓની કતલ, તેમના માંસનો વપરાશ અને તેના સ્થાનાંતરણને લગતા આ કાયદામાં કોઈ ખરાબ હેતુ નથી.
તેમણે દાવો કર્યો છે કે તેનાથી કોમી સદ્ભાવના મજબૂત થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કાયદો કોઈને બીફ ખાવાથી અટકાવવાનો ઈરાદો ધરાવતો નથી, પરંતુ જે વ્યક્તિ આવું કરે છે તેણે અન્યની ધાર્મિક લાગણીઓનો પણ આદર કરવો જોઈએ.
શુક્રવારે આ કાયદા પર ચર્ચા દરમિયાન હેમંત બિસ્વા શર્મા જણાવ્યું હતું કે ડેટા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આસામમાં કોમી તણાવના મોટાભાગના કિસ્સાઓ પ્રાણીઓની હત્યા સાથે જોડાયેલા છે.
તેમણે કહ્યું કે બિલની જોગવાઈઓ કોમી સદ્ભાવનાને પ્રોત્સાહન આપશે, કારણ કે તે બીફનું સેવન કરનારાઓને અમુક પ્રતિબંધો સાથે તેને ખાવાની મંજૂરી આપશે. તેમજ આ કાયદો હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ જેવા બીફ ન ખાનારા સમુદાયોની ભાવનાઓનો પણ આદર કરશે.
આસામ એનિમલ પ્રોટેક્શન બિલ 2021 ધ્વનિમતથી પસાર થયું, જ્યારે વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. તેઓ ઇચ્છતા હતા કે બિલ બે કલાકની ચર્ચા દરમિયાન પસંદગી સમિતિને મોકલવામાં આવે.
આ કાયદો રાજ્યમાં તમામ પ્રાણીઓના ગૌમાંસ અને માંસ ઉત્પાદનોના પરિવહન, કતલ અને વેચાણને નિયંત્રીત કરશે, પરંતુ ગૌમાંસના વેપાર પર પ્રતિબંધ મૂકશે નહીં. આસામમાં, અમુક પ્રક્રિયાગત શરતો સાથે પ્રાણીઓની કતલની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે બિલ રજૂ કરવામાં અમારો કોઈ ખોટો ઈરાદો નથી. વાસ્તવિક રીતે જે લોકો આ ભાવનાને સમજે છે તે આ બીલનો વિરોધ નહીં કરે. ગૌમાંસ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. મંદિરો અને અમુક ક્ષેત્રોથી 5 કિમી આ વસ્તું દૂર ખસેડવાની વાત છે.
કાયમ રહેશે કોમી સદ્ભાવના
તેમણે કહ્યું કે કોમી સદ્ભાવના ત્યારે જ જાળવી શકાય છે જ્યારે લઘુમતી સમાજ હિન્દુઓની લાગણીઓનું એટલું જ સન્માન કરે જેટલું હિન્દુઓ લઘુમતિઓની લાગણીઓનું સન્માન કરે.
પોતાના જવાબ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહમાં લઘુમતિ સમાજના ધારાસભ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. “જો તમે બીફ બિલકુલ ન ખાતા હો, તો મને તે વધુ ગમશે, જોકે હું તમને તેવું કરવા માટે રોકી શકીશ નહી,” તેવું તેમણે જણાવ્યું.
હું તમારા અધિકારનું સન્માન કરું છું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સંઘર્ષ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે બીજાના ધર્મોનું સન્માન કરવાનું બંધ કરીએ છીએ.
કોઈની લાગણીને ઠેસ નહીં પહોંચે
શર્માએ કહ્યું કે ગૌમાંસ ખાવાથી હિન્દુઓ કે અન્ય કોઇ સમુદાયની લાગણી દુભાય નહીં તેની ખાતરી કરવા માટે એક પહેલ કરવી જોઇએ.
આ દરમિયાન તેમણે ધાર્મિક લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્યોને પણ સંબોધ્યા. એવું ન હોય શકે કે કોમી એકતા જાળવવા માટે માત્ર હિન્દુઓ જ જવાબદાર હોય, લઘુમતિએ પણ તેમાં ભાગ લેવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
આ કાયદા હેઠળ કેટલી સજા
કાયદો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે હિંદુ, જૈન, શીખ અને બીફ ન ખાતા અન્ય સમુદાયોના વિસ્તારોમાં પ્રાણીઓની કતલની મંજૂરી ન મળે. તેમાં મંદિરો, વૈષ્ણવ મઠના પાંચ કિલોમીટરના દાયરામાં આવતા સ્થળોને પણ આવરી લેવાશે.
કાયદો જણાવે છે કે તેનો ઉદ્દેશ રાજ્યની અંદર અથવા બહાર ગોવંશ ટ્રાન્સપોર્ટેશનને તપાસવાનો છે જો સત્તાવાળાઓને માન્ય દસ્તાવેજો પૂરા પાડવામાં ન આવે તો કાર્યવાહી થઈ શકે છે. જો કે, જિલ્લામાં કૃષિ હેતુઓ માટે પશુઓના ટ્રાન્સપોર્ટેશન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
આ કાયદા હેઠળ, નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષિત ઠરેલા લોકોને ત્રણ વર્ષથી ઓછી કેદ અથવા રૂ. 3 લાખથી 5 લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. આ નવા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ બીજી વખત સમાન અથવા સંબંધિત ગુના માટે દોષિત સાબિત થશે તો સજા બમણી કરવામાં આવશે.
આ પણ વાંચો : Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે
Published On - 4:20 pm, Sat, 14 August 21