LJP માંથી ચિરાગ પાસવાન આઉટ પશુપતિ કુમાર પારસ ઇન, બન્યા નવા અધ્યક્ષ

|

Jun 17, 2021 | 5:36 PM

એલજેપી(LJP)માં પ્રમુખપદ માટેના હાઇ વૉલ્ટેજ ડ્રામામાં આજે ચિરાગ પાસવાનને દૂર કર્યા બાદ પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras) પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગુરુવારે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં તેમના નામ પર મોહર લગાવવામાં આવી હતી.

LJP માંથી ચિરાગ પાસવાન આઉટ પશુપતિ કુમાર પારસ ઇન, બન્યા નવા અધ્યક્ષ
LJP માં ચિરાગ પાસવાન આઉટ પશુપતિ કુમાર પારસ ઇન

Follow us on

એલજેપી(LJP)માં પ્રમુખપદ માટેના હાઇ વૉલ્ટેજ ડ્રામામાં આજે ચિરાગ પાસવાનને દૂર કર્યા બાદ પશુપતિ કુમાર પારસ(Pashupati Kumar Paras) પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં તેમના ઇલેક્શન પર મોહર લગાવવામાં આવી હતી. આ બેઠક પૂર્વ સાંસદ સૂરજભાન સિંહના ખાનગી નિવાસ પર યોજવામાં આવી હતી.

ત્રણ વાગે સુધી અન્ય કોઇ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું

આ પૂર્વે પશુપતિ કુમાર પારસે(Pashupati Kumar Paras) અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે ચંદનસિંહ, વીણા દેવી અને મહેબૂબ અલી કૈસર જેવા નેતા નજર આવ્યા હતા. જો કે પ્રિન્સ રાજ પહોંચ્યા ન હતા. ત્રણ વાગે સુધી અન્ય કોઇ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું તેથી પશુપતિ કુમાર પારસ પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પારસ જુથના સભ્યોએ તેમને પક્ષના નવા અધ્યક્ષ બનાવ્યા

પશુપતિ કુમાર પારસ(Pashupati Kumar Paras)પહેલા પક્ષના સમિતિ બોર્ડના પ્રમુખ બન્યા હતા. તેની બાદ ગુરુવારે પશુપતિ પારસ જુથના સભ્યોએ તેમને પક્ષના નવા અધ્યક્ષ બનાવ્યા છે. આ બેઠકમાં પક્ષના ચાર સાંસદો અને રાષ્ટ્રીય કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા. એલજેપીના સાંસદ પશુપતિ પારસ, સાંસદ મહેબૂબ અલી કૈસર, સાંસદ વીણા દેવી, ચંદનસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પારસના પ્રમુખની ચૂંટણીની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

કાર્યાલયમાં બેઠક ન કરવા માટેનું કારણ

સામાન્ય રીતે પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી પાર્ટી કાર્યાલયમાં જ હાથ ધરવામાં આવે છે, પરંતુ એલજેપી(LJP)ના આંતરિક વિવાદ બાદ પશુપતિ પારસ જૂથ દ્વારા નિયુક્ત ચૂંટણી પ્રભારી સૂરજ ભાનસિંહે પટનામાં કાંકરબાગ સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક યોજવાનું નક્કી કર્યું હતું.

કાર્યકરોનો મેળાવડો કરવાનો ન હતો 

એલજેપી(LJP)પક્ષ દ્વારા કરાયેલી દલીલમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળો ચાલી રહ્યો છે, આવી સ્થિતિમાં પાર્ટીના કાર્યકરોનો મેળાવડો કરવાનો ન હતો .તેથી ચૂંટણીની પ્રક્રિયા અલગ જગ્યાએ ગોઠવવામાં આવી છે. જો પાર્ટી ઓફિસમાં આયોજન કરવામાં આવ્યું હોત તો રાજ્યભરમાંથી કાર્યકરોની ભીડ ત્યાં એકઠી થઈ હોત. તેમજ ફરી એકવાર કોરોના ચેપનું જોખમ વધી શકે તેમ હતું.

Published On - 5:34 pm, Thu, 17 June 21

Next Article