Kejriwal ની ઘર ઘર રાશન યોજના : BJP એ કહ્યું કેન્દ્રએ યોજના પર રોક લગાવી મોટું કૌભાંડ થતા અટકાવ્યું

|

Jun 06, 2021 | 5:39 PM

Kejriwal એ આજે કેન્દ્ર સરકાર પર 'ઘર-ઘર રેશન' યોજના (Ghar Ghar Ration Scheme) બંધ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ યોજના આવતા અઠવાડિયાથી લાગુ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી, પરંતુ બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે આ યોજના પર રોક લગાવી દીધી.

Kejriwal ની ઘર ઘર રાશન યોજના : BJP એ કહ્યું કેન્દ્રએ યોજના પર રોક લગાવી મોટું  કૌભાંડ થતા અટકાવ્યું
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા

Follow us on

કેન્દ્ર સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટીની Kejriwal સરકાર વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો છે. કેન્દ્ર સરકારે ઘરે ઘરે રાશન પહોંચાડવાની દિલ્હી સરકારની યોજના (Ghar Ghar Ration Scheme) ને બ્રેક લગાવી દીધી છે. માર્ચ મહિનામાં જ કેન્દ્ર સરકારે આ યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે તેના પર દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી સરકારે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી નહોતી. દિલ્હી સરકારે આ નિર્ણયને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. તો જવાબમાં BJP એ કહ્યું કે એક મોટું કૌભાંડ થતા બચ્યું છે.

કેન્દ્રએ મોટું કૌભાંડ થતા અટકાવ્યું : BJP
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની ઘર ઘર રાશન યોજના (Ghar Ghar Ration Scheme) ને અટકાવવાના કેન્દ્રના નિર્ણયને BJP એ રવિવારે યોગ્ય ઠેરવ્યો હતો, અને એવો દાવો કર્યો હતો કે આ યોજના પર રોક લગાવીને કેન્દ્ર સરકારે એક મોટું કૌભાંડ થતા અટકાવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાજપનો આરોપ છે કે આ યોજના દ્વારા દિલ્હી સરકારનો હેતુ ગરીબોના નામે મળેલા રેશનને “ડાયવર્ટ” કરવાનો અને કૌભાંડ કરવાનો છે.

ડિજિટલ માધ્યમ દ્વારા આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ કહ્યું કે, આજે આ કૌભાંડ થતા થતા રહી ગયું છે. મને લાગે છે કે તે દિલ્હીના લોકો માટે રાહતની મોટી વાત છે.”

 

દેશ 75 વર્ષથી રેશન માફિયાઓની ચુંગલમાં : કેજરીવાલ
Kejriwal એ આજે કેન્દ્ર સરકાર પર ‘ઘર-ઘર રેશન’ યોજના (Ghar Ghar Ration Scheme) બંધ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ યોજના આવતા અઠવાડિયાથી લાગુ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી, પરંતુ બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે આ યોજના પર રોક લગાવી દીધી.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે દેશ 75 વર્ષથી રેશન માફિયાઓની ચુંગલમાં છે અને ગરીબોને કાગળ પર રાશન જાહેર કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ કરેલા આક્ષેપોનો જવાબ આપતાં પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે એવી રીતે વાતને રજૂ કરી કે જાણે મોદી સરકાર દિલ્હીની જનતાને તેમના હકથી વંચિત કરી રહી છે, જ્યારે એવું કાઈ નથી.

દિલ્હી સરકાર કરતા કેન્દ્ર વધુ રાશન આપે છે : BJP
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અને પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ જરૂરિયાતમંદોને રેશન આપવામાં આવી રહ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત દિલ્હી સરકાર ઘઉં પર માત્ર 2 રૂપિયા પ્રતિ કિલો ચૂકવે છે જ્યારે કેન્દ્ર સરકાર પ્રતિ કિલો રૂ.23.7 ચૂકવે છે. આ જ રીતે ચોખા પર, રાજ્ય સરકાર પ્રતિ કિલો રૂ.3 અને કેન્દ્ર સરકાર રૂ.33.79 ચૂકવે છે.

આ પણ વાંચો : સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

Next Article