બિહાર વિધાનસભાની ત્રણ તબક્કામાં ચૂંટણી, 28 ઓક્ટો., 3 અને 7 નવેમ્બરે મતદાન, 10 નવેમ્બરે મતગણતરી

|

Sep 25, 2020 | 1:28 PM

કેન્દ્રીય ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ત્રણ તબક્કે યોજવાની તારીખો જાહેર કરી. બિહાર વિધાનસભાની  71 બેઠકો માટેના પ્રથમ તબક્કાની ચૂંટણી 28મી ઓક્ટોબરે યોજાશે. તો બીજા તબક્કામાં 94 બેઠક માટે 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાની 78 બેઠકોની ચૂંટણી 7 નવેમ્બરે યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 29 […]

બિહાર વિધાનસભાની ત્રણ તબક્કામાં ચૂંટણી, 28 ઓક્ટો., 3 અને 7 નવેમ્બરે મતદાન, 10 નવેમ્બરે મતગણતરી

Follow us on

કેન્દ્રીય ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ત્રણ તબક્કે યોજવાની તારીખો જાહેર કરી. બિહાર વિધાનસભાની  71 બેઠકો માટેના પ્રથમ તબક્કાની ચૂંટણી 28મી ઓક્ટોબરે યોજાશે. તો બીજા તબક્કામાં 94 બેઠક માટે 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાની 78 બેઠકોની ચૂંટણી 7 નવેમ્બરે યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે તેમાં પેટાચૂંટણી અંગે વિચારણા કરવામાં આવશે.

કોરોનાકાળને ધ્યાને લઈને મતદાનમાં એક કલાક વધુ અપાશે. મતદાનના છેલ્લા કલાકોમાં કોરોનાના દર્દીઓ મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. ઉમેદવારી ઓનલાઈન પણ ભરી શકાશે અથવા 2 વ્યક્તિઓ સાથે જઈને ભરી શકાશે. ધરેધરે પાંચ વ્યક્તિઓથી વધુ પ્રચાર નહી કરી શકે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરોના કાળને ધ્યાને રાખીને પંચે મતદારોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં મતદાન મથકોએ મતદારો માટે હેન્ડ સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરાઈ છે. તો મતદાન મથકો પૈકી મોટાભાગના મતદાન મથકો ભોયતળીયે જ રખાશે.

બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી ત્રણ તબક્કામાં યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. . પ્રથમ તબક્કામાં 71 બેઠક,  બીજા તબક્કામાં 94 બેઠક અને ત્રીજા તબક્કામાં 78 બેઠકની ચૂંટણી યોજાશે.

પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે. તો બીજા તબક્કાની ચૂંટણી 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાની ચૂંટણી  7 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ 10મી નવેમ્બરે જાહેર કરાશે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજવા અંગે 29મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે.

Next Article