અમદાવાદ આવેલા શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો અને બાદમાં પત્થરબાજોને કાબૂમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ગઈકાલથી ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં પ્રદર્શન શાંત પણ રહ્યાં હતા. જો કે શાહ આલમ વિસ્તારમાં અચાનક પરિસ્થિતિ બગડી હતી જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી.આ ઝડપમાં પોલીસના 20 જવાન ઘાયલ થયા છે. મીડિયાકર્મીઓને પણ પત્થર વાગ્યા હતા. જો કે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગયી છે. ફ્લેગ માર્ચ કાઢવામાં આવી છે. સર્ચ ઓપરેશન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચલાવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો