અમિત માલવીયનો દાવો, TMC ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે માન્યું કે TMCના સર્વેમાં પણ ભાજપ જીતે છે

|

Apr 10, 2021 | 10:01 AM

ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયએ ટ્વિટ કર્યું છે કે ક્લબ હાઉસ ખાતે જાહેર પ્રવચનમાં સીએમ મમતા બેનર્જીની ચૂંટણી વ્યૂહરચનાકારે સ્વીકાર્યું છે કે ટીએમસીના આંતરિક સર્વેક્ષણમાં પણ ભાજપનો વિજય થયો છે.

અમિત માલવીયનો દાવો, TMC ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે માન્યું કે TMCના સર્વેમાં પણ ભાજપ જીતે છે
અમિત-પ્રશાંત (File Image)

Follow us on

ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયએ ટ્વિટ કર્યું છે કે ક્લબ હાઉસ ખાતે જાહેર પ્રવચનમાં સીએમ મમતા બેનર્જીની ચૂંટણી વ્યૂહરચનાકારે સ્વીકાર્યું છે કે ટીએમસીના આંતરિક સર્વેમાં પણ ભાજપનો વિજય થયો છે. મમતા બેનર્જીના ચૂંટણી વ્યૂહરચનાકારે માન્યું છે આપી હતી કે ટીએમસી સામે એન્ટી ઇન્કમ્બન્સી છે. દલિતો ભાજપને મત આપશે.

ભાજપ નેતા અમિત માલવીયાએ કહ્યું કે પ્રશાંત કિશોરને ખબર નહોતી કે તેમની ચેટ સાર્વજનિક કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીના ચૂંટણી વ્યૂહરચનાકાર એમ પણ કહેતા હતા કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ અને ટીએમસીએ પરિસ્થિતિ અનુસાર છેલ્લા 20 વર્ષમાં મુસ્લિમ તૃસ્તીકરણ કર્યું છે. અમિત માલવીયાએ દાવો કર્યો હતો કે પ્રશાંત કિશોરને તેની ચેટ સાર્વજનિક થઈ રહી છે તે અંગે કોઈ ખ્યાલ નથી. તેમણે કહ્યું કે આ અંગે લોકો ખૂબ ગુસ્સે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

‘ટીએમસી સામે એન્ટિ-ઇન્કમ્બન્સી’

અમિત માલવીયનું કહેવું છે કે તેમની ચેટમાં પ્રશાંત કિશોર એમ માની રહ્યા હતા કે બંગાળમાં પીએમ મોદી ખૂબ લોકપ્રિય છે, આ અંગે કોઈ શંકા નથી. દેશભરમાં તેમને લોકો પસંદ કરે છે. પોતાની ઓપન વાતચીતમાં મમતા બેનર્જીના વ્યૂહરચનાકારે કહ્યું કે ટીએમસી વિરુદ્ધ એન્ટિ-ઇન્કમ્બન્સી છે, ધ્રુવીકરણ એક સત્ય છે, એસસી મત ભાજપની ચૂંટણી મશીનનું એક ફેક્ટર છે.

મતોનું ધ્રુવીકરણ એ પીએમ મોદી માટે સત્ય છે. એસસી મત એ બંગાળની 27 ટકા વસ્તીનું પરિબળ છે. મતુઆ સમુદાયના સંપૂર્ણ મત ભાજપને જઇ રહ્યો છે. ભાજપ પાસે ગ્રાઉન્ડ કેડર છે.

 

 

પ્રશાંત કિશોરે પૂછ્યું- આ ઓપન ચેટ છે?

અમિત માલવીયાએ કહ્યું કે જ્યારે ટીએમસીના ચૂંટણી વ્યૂહરચનાકારને ખ્યાલ આવ્યો કે ક્લબ હાઉસ રૂમ ઓપન હતું અને આને માત્ર કેટલાક પત્રકારો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હતા. તો તરત જ પ્રશાંત કિશોરને ખબર પડી કે તેમની ચેટ લોકો સાંભળી રહ્યા છે. પછી તેમણે પૂછ્યું કે શું તે ઓપન ચેટ છે.

 

 

ઓડિયો લિક પર પ્રશાંત કિશોરની પ્રતિક્રિયા

ભાજપ તેના નેતાઓના શબ્દો કરતાં મારી ક્લબહાઉસ ચેટને ગંભીરતાથી લે છે એ જાનીની ખુશી થઇ. આખી વાતચીતનો અમુક જ ભાગ છે, તેમને વિનંતી છે કે પૂરી વાતચીત પણ રીલીઝ કરો. પ્રશાંત કિશોરે એએનઆઈ સાથે લીક થયેલા ઓડિયો વિશે વાત કરી હતી.

Published On - 9:58 am, Sat, 10 April 21

Next Article