Punjab : પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ સાથે મહિનાઓ સુધી ચાલેલા ઝઘડા બાદ કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી (CM)નું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ને માત્ર થોડા મહિના બાકી છે. વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં પંજાબના રાજકારણ (Politics)માં આ ઉથલપાથલની સીધી અસર ચૂંટણી પર જોવા મળી શકે છે.
રાજભવનના નિવેદને પુષ્ટિ આપી કે, પંજાબના રાજ્યપાલ (Punjab Governor) બનવારીલાલ પુરોહિતે અમરિંદર સિંહ અને તેમના સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારી લીધું છે. જો કે, કેપ્ટન અમરિંદર સિંહ (79) અને તેમના મંત્રીઓને તેમના અનુગામીની નિમણૂક સુધી નિયમિત કામ માટે પદ પર ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
અમિંદરના રાજીનામાથી અત્યાર સુધી શું થયું, 10 મુદ્દામાં જાણો
1. કેપ્ટન અમરિંદર (Captain Amarinder) સિંહે શનિવારે ચંદીગઢમાં પાર્ટી હેડક્વાર્ટરમાં શરૂ થનારી કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. છેલ્લા 24 વર્ષમાં, કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના એકમાત્ર મુખ્યમંત્રી છે જેમણે તેમનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ રાજીનામું આપી દીધું છે.
2. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પત્રકારો (Journalists) સાથે વાતચીત કરતા અમરિંદર સિંહે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની સાથે જે રીતે વર્તન કર્યું તેનાથી તેઓ અપમાનિત થઈ રહ્યા છે. બાદમાં તેમણે માહિતી આપી હતી કે, તેમને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અંગે જાણ કરવામાં આવી ન હતી. કેપ્ટનના કાર્યકાળમાં આ પ્રથમ વખત હતું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી ન હતી.
3. પંજાબના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે પૂછતા કેપ્ટન અમરિંદર સિંહે (Amarinder Singh) કહ્યું કે, “મેં રાજીનામું આપ્યું છે, તેમને (કોંગ્રેસ નેતૃત્વ) જેમને યોગ્ય લાગે અથવા જેમને વિશ્વાસ હોય (આગામી મુખ્યમંત્રી) બનાવો.”
4. ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસ (Punjab Congress) વિધાયક દળની બેઠકમાં પંજાબના 78 કોંગ્રેસ ધારાસભ્યોએ હાજરી આપી હતી, જેમાં માત્ર અમરિંદર સિંહ અને એક અન્ય ધારાસભ્ય ગાયબ હતા.
5. કોંગ્રેસના ધારાસભ્યોએ બેઠક દરમિયાન બે ઠરાવો પસાર કર્યા. પંજાબના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવતે કહ્યું કે પ્રથમ ઠરાવ કેપ્ટન અમરિંદર સિંહના “સુશાસન” ને સ્વીકારવાનો હતો, જ્યારે બીજા ઠરાવમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને “પરંપરા” અનુસાર તેમના અનુગામી પસંદ કરવાનો અધિકાર આપ્યો.
6. કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાં સૌથી આગળ છે. આ એ જ સુનીલ જાખડ છે જેમને આ વર્ષની શરૂઆતમાં પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને આ પદ નવજોત સિંહ સિદ્ધુને આપવામાં આવ્યું હતું. જો જાખડ સીએમ બને છે, તો એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમના હેઠળ બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી (Deputy CM) પદ માટે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવા, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અંબિકા સોની અને અમરિંદર સિંહ કેબિનેટના ત્રણ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સિંહ સરકારિયા અને ત્રિપત રાજીન્દર બાજવાના નામો પર ચર્ચા થઈ રહી છે.
7. સિદ્ધુ જો મુખ્યમંત્રી બનશે તો તમે તેને સમર્થન આપશો કે, કેમ તે પ્રશ્નના જવાબમાં અમરિંદર સિંહે સિદ્ધુને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા અને કહ્યું કે, જે વિભાગ રાજ્યને સંભાળી શકતો નથી તે તેને સંભાળશે. તેમણે કહ્યું કે હું તેમને મુખ્યમંત્રી બનાવાતા તેનો વિરોધ કરીશ. સાથે જ કેપ્ટને કહ્યું કે સિદ્ધુના પાકિસ્તાન (Pakistan) સાથે સંબંધો છે. તો તમને લાગે છે કે હું તેનું નામ સ્વીકારીશ.
8. શિરોમણી અકાલી દળ (SAD) ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શનિવારે કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી તરીકે અમરિંદર સિંહનું રાજીનામું રાજ્યમાં કોંગ્રેસની કામગીરીમાં નિષ્ફળતાની સ્વીકૃતિ છે અને તેમની પાસે ચાર વર્ષથી વધુના કાર્યકાળ માટે બતાવવા માટે કંઈ નથી. તેમણે કહ્યું કે, માત્ર ગાર્ડ બદલવાથી પંજાબમાં ડૂબતા કોંગ્રેસના જહાજને બચાવી શકાશે નહીં.
9. અમરિંદર સિંહના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે, પક્ષની સ્થિતિને બચાવવા માટે કોંગ્રેસના મુખ્યમંત્રીને બદલવાનો નિર્ણય હાઇકમાન્ડની ગભરાટ દર્શાવે છે. તેઓ ચાર વર્ષથી વધુ સમય સુધી સત્તામાં રહ્યા પછી પણ નિષ્ફળ રહ્યા છે.
10. આમ આદમી પાર્ટી (આપ) એ પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, સૌથી મોટો અકસ્માત પંજાબમાં કોંગ્રેસના શાસનના ગેમ ઓફ થ્રોન્સમાં થયો છે.
આ પણ વાંચો : IPL 2021: ટૂર્નામેન્ટમાં બીજા તબક્કામાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે, BCCI એ જારી કર્યુ ખેલાડીનુ પુરુ લીસ્ટ, જુઓ