અહેમદ પટેલના વારસા તરીકે રાજકારણ નહીં પણ સેવાકાર્યોને સ્વીકારીશું: પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝ

દિગ્ગ્જ કોંગી નેતા અહેમદ પટેલના નિધનને એક રાજનીતિક યુગનો અંત માનવામાં આવે છે. કોંગ્રેસમાં પરિવારની ત્રણ પેઢીનું માર્ગદર્શન કરનાર ચાણક્ય અહેમદ પટેલના નિધન બાદ તેમનો રાજકીય વારસો પુત્ર ફૈઝલ કે પુત્રી મુમતાઝ આગળ ધપાવશે તેવી અટકળો વચ્ચે આજે ભાઈ – બહેને પત્રકાર પરિષદ સંબોધી રાજકારણથી દૂર રહી અહેમદ પટેલના સેવાકીય કાર્યોને આગળ ધપાવવા સંકેત આપ્યા […]

અહેમદ પટેલના વારસા તરીકે રાજકારણ નહીં પણ સેવાકાર્યોને સ્વીકારીશું: પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝ
| Edited By: | Updated on: Nov 30, 2020 | 6:25 PM

દિગ્ગ્જ કોંગી નેતા અહેમદ પટેલના નિધનને એક રાજનીતિક યુગનો અંત માનવામાં આવે છે. કોંગ્રેસમાં પરિવારની ત્રણ પેઢીનું માર્ગદર્શન કરનાર ચાણક્ય અહેમદ પટેલના નિધન બાદ તેમનો રાજકીય વારસો પુત્ર ફૈઝલ કે પુત્રી મુમતાઝ આગળ ધપાવશે તેવી અટકળો વચ્ચે આજે ભાઈ – બહેને પત્રકાર પરિષદ સંબોધી રાજકારણથી દૂર રહી અહેમદ પટેલના સેવાકીય કાર્યોને આગળ ધપાવવા સંકેત આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગી નેતાઓ તેમજ કાર્યકરો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા ઉમટી રહ્યાં છે. અહેમદ પટેલ ખુબ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેના કારણે જ પટેલના નિધન બાદ દિગ્ગ્જ નેતાઓ કરતા પટેલની મદદ , મિત્રતા અને સાથ મેળવનાર આમ પ્રજા પણ તેટલી જ સંખ્યામાં પટેલના ઘરની બહાર જોવા મળી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા

રાજકારણમાં મોટું કદ ધરાવતા અહેમદ પટેલના નિધન બાદ રાજકીય વારસાને લઈ તર્કવિતર્ક શરૂ થઈ હતી. પરંતુ પિતાના જાહેર જીવનથી દૂર રહેનાર પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકીએ આજે અટકળો ઉપર પૂર્ણવિરામ મૂક્યું હતું. ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે અહેમદ પટેલના સિદ્ધાંત રાજનીતિ કરવી નહીં પણ લોકોની સેવા કરવાના હતા. એમપી કે એમએલએ બનીને નહીં પણ પ્રજાના સેવક બનીને અમે તેમના સેવાકાર્યોને આગળ ધપાવીશું .અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી એ જણાવ્યું હતું કે પિતાની જેમ સાચા લોક સેવક બનીને કાર્ય કરીશું. અમારી પોતાની ફાઉન્ડેશન છે અહેમદ પટેલ ઘણી જગ્યાએ સામાજિક કાર્ય કરતા હતા તે અમે આગળ વધારીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો