અમદાવાદ એરપોર્ટનું નથી બદલાયું નામ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ ટ્વીટ કરી આપી ખોટી માહિતી

|

Dec 12, 2020 | 6:45 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના એક ટવીટમાં મોટી ભૂલ સામે આવી છે. ચાવડાએ પોતાના ટવીટમાં અમદાવાદ એરપોર્ટનું નામ બદલાયું હોવાનો ઉલ્લેખ કર્યો. ટવીટમાં અમીત ચાવડાએ ત્યાં સુધી કહ્યું કે એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ જ હટાવી લેવામાં આવ્યું છે. અને, અમદાવાદ એરપોર્ટને અદાણીનું નામ અપાયું છે. શું છે અમીત ચાવડાનું ટવીટ આવો વાંચો Web […]

અમદાવાદ એરપોર્ટનું નથી બદલાયું નામ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ ટ્વીટ કરી આપી ખોટી માહિતી

Follow us on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના એક ટવીટમાં મોટી ભૂલ સામે આવી છે. ચાવડાએ પોતાના ટવીટમાં અમદાવાદ એરપોર્ટનું નામ બદલાયું હોવાનો ઉલ્લેખ કર્યો. ટવીટમાં અમીત ચાવડાએ ત્યાં સુધી કહ્યું કે એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ જ હટાવી લેવામાં આવ્યું છે. અને, અમદાવાદ એરપોર્ટને અદાણીનું નામ અપાયું છે. શું છે અમીત ચાવડાનું ટવીટ આવો વાંચો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

હકીકતમાં અમદાવાદ એરપોર્ટનું નામ બદલાયું નથી. પરંતુ એરપોર્ટના નવિનીકરણનો કોન્ટ્રાક્ટ અદાણી કંપનીને આપવામાં આવ્યો છે. જેને પગલે અદાણી કંપની દ્વારા સરદાર પટેલ એરપોર્ટ નજીક અદાણીના સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. આ સાઇનબોર્ડમાં સ્પષ્ટ જોઇ શકાય છેકે એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને સાઇનબોર્ડની બે બાજુ અદાણી કંપનીનો લોગો દેખાય છે. જુઓ આ સાઇનબોર્ડના ફોટો

કોંગ્રેસ નેતાએ પોતાના ટવીટ થકી ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કર્યા હતા. અને, ચાવડાના ટવીટ થકી થોડીવાર માટે વિવાદ થયો હતો. જોકે, વાસ્તવિક તસ્વીરોના આધારે સત્યતા આખરે બહાર આવી છે.

અમીત ચાવડાના આ ટવીટને પીઆઇબી ફેક ચેટ દ્વારા પણ ખોટા સમાચાર હોવાનો ખુલાસો થયો છે. પીઆઇબી ફેક ચેટ દ્વારા પણ ચાર તસ્વીરો દ્વારા આ ટવીટને ફેક દર્શાવવામાં આવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:17 pm, Sat, 12 December 20

Next Article