Corona Vaccine: ભારતે પ્રાપ્ત કરેલા 100 કરોડ ડોઝની સિદ્ધિ કોઈ એક પક્ષ કે સરકારની નહિ પરંતુ સમગ્ર દેશની છે : જે. પી. નડ્ડા

|

Oct 23, 2021 | 8:37 AM

ભારતે કોરોના રસીકરણમાં પ્રાપ્ત કરેલી 100 કરોડ ડોઝની સિદ્ધિના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ( J.P. Nadda ) સમગ્ર અભિયાનને લઈને આ વિશેષ લેખ લખ્યો છે.

Corona Vaccine: ભારતે પ્રાપ્ત કરેલા 100 કરોડ ડોઝની સિદ્ધિ કોઈ એક પક્ષ કે સરકારની નહિ પરંતુ સમગ્ર દેશની છે : જે. પી. નડ્ડા
JP Nadda (File Photo)

Follow us on

ભારતે(India) 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ વિશ્વના સૌથી મોટા કોરોના(Corona) રસીકરણ(Vaccination) અભિયાનની શરૂઆત કરી અને માત્ર નવ મહિનામાં  100 કરોડ ડોઝ(100 Crore Dose) અપાયા  છે. દેશના 18 વર્ષથી ઉપરના 74 ટકાથી વધારે લોકોને કે જેઓ રસીકરણ માટે યોગ્યતા ધરાવે છે તેઓને જીવન રક્ષક રસીનો ઓછામાં ઓછો  એક ડોઝ મળ્યો છે.

ભારતે  યુ.એસ કરતા બમણા રસીના ડોઝ આપ્યા

USA માં શરૂ થયેલા રસીકરણના લગભગ એક મહિના બાદ  ભારતનું  રસીકરણ  અભિયાન  શરૂ થયું હતું.  તેમ છતાં  ભારત 100 કરોડ ડોઝના  સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. ભારતે  યુ.એસ કરતા બમણા રસીના ડોઝ આપ્યા છે. અમેરિકા  ફક્ત 40.7 કરોડ રસીના ડોઝ આપવામાં  સફળ રહ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિશ્વએ જ્યારે લગભગ 7 અબજ ડોઝ આપ્યા છે, ત્યારે એકલા ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ ડોઝ આપ્યા છે તેનો અર્થ એ છે કે કુલ આપવામાં આવેલ રસીના ડોઝમાંથી 14 ટકા  ડોઝ ભારત દ્વારા આપવામાં આવ્યા છે. ભલે વિશ્વની  GDP માં આપણો હિસ્સો માત્ર 3.5 ટકા  છે. ત્યારે ભારત માથાદીઠ જીડીપી પીપીપી ધોરણે સરખામણી કરતા તમામ રાષ્ટ્રો કરતા ઘણું સારું કરી રહ્યું છે.

6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 1 ડોઝ સાથે 100  ટકા  રસીકરણ કરવામાં સફળ

આપણી સામે અનેક અવરોધો અને પડકારો હોવા છતાં ભારતે  પોતાની તાકત  પર  આગળ વધવામાં સફળતા મેળવી છે.  આપણે  સમગ્ર યુરોપિયન યુનિયનને એકસાથે રાખ્યા  છે અને તેના કરતા વધુ રસીકરણ કર્યું છે. હિમાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ અને લક્ષદ્વીપ – આ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેની પુખ્ત વસ્તીના ઓછામાં ઓછા 1 ડોઝ સાથે 100  ટકા  રસીકરણ કરવામાં સફળ રહ્યા છે. યુપી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પેરુ અને યુએઈના સમગ્ર રાષ્ટ્રો કરતાં સંપૂર્ણ રસીકરણવાળા લોકો વધુ છે.

એક જ દિવસે 2.5 કરોડ ભારતીયોને રસી આપીને ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો

છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારત ઓછામાં ઓછા 5 વખત દૈનિક રસીકરણ 1 કરોડ ડોઝને પાર કરવામાં સફળ રહ્યું છે. 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi)  જન્મદિવસે, સમગ્ર રાષ્ટ્રના એક વિશાળ જન અભિયાનમાં  એક જ દિવસે 2.5 કરોડ ભારતીયોને રસી આપીને ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. રાજ્ય સરકારો દ્વારા માંગવામાં આવેલી વિકેન્દ્રીકરણ નીતિના પરિણામ જોઈએ તેટલા સારા ન મળતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર  કોરોના રસીકરણ (Covid19 vaccination)  ડ્રાઇવને પોતાના હાથમાં લીધા બાદ રસીકરણની ગતિ ઝડપથી વધી છે.

કોવિડની લડાઈ અત્યાર સુધી પ્રાથમિક લડાઈ રહી છે, ભારતની બે રસી એટલે કે SII(Serum Institute of India) ની કોવિશિલ્ડ(Covishield ) અને ભારત બાયોટેક(Bharat biotech) દ્વારા સ્વદેશી રીતે વિકસિત કોવેક્સીન(Covaxin) સાથે ભારતે વિશ્વની પ્રથમ ડીએનએ રસી(DNA vaccine) પણ વિકસાવી છે ઝાયકોવ-ડી. પરંતુ આપણે રસીકરણ પ્રક્રિયામાં દેશ દ્વારા પ્રાપ્ત કરેલા વિશાળ કાર્ય વિશે પણ વિચારવાની જરૂર છે.

ભારતે રસીકરણ માટે  વિશ્વનું શ્રેષ્ઠ ટેક ટૂલ વિકસાવ્યું

કલ્પના કરો કે રસીની એક નાની બોટલ પુણે અથવા હૈદરાબાદમાં તેના પ્લાન્ટમાંથી બહાર આવે છે અને પછી પરીક્ષણ માટે સીડીએલ કસૌલીમાં જાય છે અને ત્યારબાદ દેશના દૂરના ભાગોમાં પહોંચે છે. આ દરમિયાન રસીનું તાપમાન જળવાય રહે તે માટે કેન્દ્રીય રીતે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. 100 કરોડ રસી ડોઝની પરિવહનની પ્રક્રિયામાં સામેલ ટ્રક અને ફ્લાઇટ્સની સંખ્યાની કલ્પના કરો. 100 કરોડ રસીના ડોઝ સંગ્રહિત કરવા માટે જરૂરી કોલ્ડ સ્ટોરેજની સંખ્યાની કલ્પના કરો. આ પ્રક્રિયા માટે દેશના દૂરના ભાગોમાં સિરીંજ અને સોયની સંખ્યાની કલ્પના કરો. ભારતે રસીકરણ માટે  વિશ્વનું શ્રેષ્ઠ ટેક ટૂલ વિકસાવ્યું છે.

રસીમાં કોઈ વીઆઈપી કલ્ચર નથી

ભારતના ભૂતકાળના અનુભવથી વિપરીત  આ એક ઝડપી, સમયબદ્ધ અને સુઆયોજિત અભિયાન છે.  પીએમ મોદીએ ખાતરી આપી હતી કે રસીમાં કોઈ વીઆઈપી કલ્ચર નથી તેમજ  અમીર  અને શક્તિશાળી લોકોને પ્રાથમિકતા આપવામાં આવી નથી. આ સૌથી ન્યાયી અભિયાન તરફ દોરી ગયું જ્યાં ભૂગોળ, નાણાકીય સ્થિતિ, જાતિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના, દરેક ભારતીયને રસીનો સમાન અધિકાર હતો.

કોવિન પ્લેટફોર્મ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ભય  વિના વ્યક્તિ પ્રથમ અને બીજો ડોઝ અલગ અલગ જગ્યાએ લઈ શકે છે. આ ઉપરાંત બીજા ડોઝ માટે લોકોને સમયસર રીમાઇન્ડર્સ પણ મોકલ્યા છે. ભારતે માત્ર વિશ્વનો  સૌથી  મોટો  રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂક્યો નથી, પરંતુ પાયાથી નવીનતા પણ લાવ્યું છે.

કેટલાક લોકો કોરોનાના વિરોધ કરતાં મોદી વિરોધને પસંદ કરવાનું ચાલુ રાખ્યુ

દુર્ભાગ્યવશ, ભલે ભારતની પ્રાથમિકતા કોરોના સામે હતી અને રહી છે પરંતુ વિપક્ષમાં રહેલા કેટલાક લોકો કોરોનાના વિરોધ કરતાં મોદી વિરોધને પસંદ કરવાનું ચાલુ રાખ્યુ છે. રસીકરણ અભિયાન શરૂ થાય તે પહેલા જ રસીને “ભાજપની રસી” તરીકે લેબલ લગાવીને રસીની સલામતી અંગેની તમામ પ્રકારની અવૈજ્ઞાનિક અફવાઓ ફેલાવામાં આવી હતી.

જેના કારણે કેટલીક રાજ્ય સરકારો દ્વારા રસીની ખરીદી માટે અસમંજસતા ઉભી થઇ. આ રાજ્યોએ કેન્દ્ર સરકાર પર તેના પોતાના કોવિડ ગેરવહીવટ માટે દોષને સ્થાનાંતરિત કરવાનો એક નાનો પ્રયાસ પણ કર્યો. અરાજક રાજકારણની આ બ્રાન્ડ, ખૂબ જ ઇચ્છિત રાજનીતિથી તદ્દન વિપરીત, કદાચ પક્ષ અને ‘પારિવારિક હિત’ને રાષ્ટ્રીય સ્તરે રાખવાની તુચ્છ ઇચ્છાથી પ્રેરિત હતી.

સારી રીતે બનાવવામાં આવેલી એક સંકલિત ટૂલકીટનો ઉપયોગ કરીને અપશબ્દો અને પ્રચારનું સંપૂર્ણ પ્રાયોજિત કાવતરું માત્ર મોદી સરકારના પ્રયાસોને કલંકિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું. પછી ભલે તેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુકસાન થાય.

ભારતના ઐતિહાસિક સીમાચિહ્નને નબળો પાડવાનો વિપક્ષે પ્રયાસ કર્યો 

ભારતના ઐતિહાસિક સીમાચિહ્નને નબળો પાડવા માટે તેઓ રસીકરણની સંપૂર્ણ સંખ્યાને બદલે વસ્તીના પ્રમાણમાં થનારા રસીકરણનું પરિમાણ પસંદ કરે છે, પરંતુ ભારતના કોવિડ મેનેજમેન્ટની સરખામણી કરતી વખતે  જ્યારે કોઈ સમાન સમીકરણનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવે છે એટલે કે ત્યારે વસ્તીની તુલનામાં કોવિડને કારણે થયેલા મૃત્યુના આંકડા જોવામાં આવે છે.

વૈશ્વિક સંદર્ભમાં ભારતના માથાદીઠ GDP અને અન્ય આરોગ્ય માળખાકીય પરિમાણોને ધ્યાનમાં રાખીને તેઓ સગવડતા પૂર્વક ગોલપોસ્ટને મૃત્યુના સંપૂર્ણ આંકડાઓ પર સ્થાનાંતરિત કરવાનું પસંદ કરે છે જેથી ફરી એક વાર કટોકટીની સ્થિતિ સર્જાય ! જાણે હું જીતીશ, પણ તમે હારશો !

ઉત્તર પ્રદેશનું મોડેલ ખૂબ વખાણવા લાયક

દાખલા તરીકે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ લઈએ. લગભગ 24 કરોડની વસ્તી ધરાવતું રાજ્ય હવે કેટલાક અઠવાડિયાંથી રોજના નવા કોરોના કેસની સંખ્યા 50થી નીચે રાખવામાં સફળ રહ્યું છે અને કુલ એક્ટીવ કેસ માત્ર 150 જેટલા છે. કોવિડને કારણે યુપીમાં શરૂઆતથી જ મૃત્યુઆંક 23,000 ની આસપાસ છે. તેથી ભારતની 17-18 ટકા  વસ્તી ધરાવતા રાજ્યએ કુલ કોવિડ મૃત્યુ માત્ર 5 ટકા  છે. યુપી 11.7 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં સફળ રહ્યું છે, જે દેશમાં કોઈ પણ રાજ્ય દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રસીના ડોઝ છે અને યુપીએ લગભગ 8 કરોડ જેટલા કોરોના ટેસ્ટ કર્યા છે.

બીજી તરફ, ભારતની માત્ર 11-12 ટકા  વસ્તીનું પ્રતિનિધિત્વ કરતું હોવા છતાં, છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના કેસ અને મૃત્યુદરમાં  મોડેલ ખૂબ વખાણવા લાયક છે .  જ્યારે  3.5 કરોડની વસ્તી ધરાવતું કેરળ, ઉત્તર પ્રદેશની લગભગ સાતમાં ભાગની વસ્તી છે, પરંતુ કમનસીબે સારી આરોગ્ય સંભાળ સુવિધાઓનો વારસો હોવા છતાં ત્યાં 25,500 થી વધુ મૃત્યુ નોંધાયા છે. તેમ છતાં, આપણે કેટલાક સંચાલિત ઇકોસિસ્ટમ્સમાં જે જોઈએ છીએ તે કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્યો સામે દોરવામાં આવતી નકલી પટકથા છે,

જ્યારે કેરળ જેવા બિન-ભાજપવાળ સત્તાવાળું રાજય  બાબતોની સ્થિતિ પર સ્પષ્ટ મૌન ધરાવે છે. કુંભ મેળા અને કાવડ યાત્રાને લક્ષ્ય બનાવવા માટે એક નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યો  હતો, પરંતુ કેરળમાં ઈદ દરમિયાન આપવામાં આવેલી છૂટછાટ અંગે બિનસાંપ્રદાયિક મૌન છે, જેની અદાલતે પણ ટીકા કરી હતી.

જે સીમાચિહ્ન  પ્રાપ્ત કર્યા છે તે કોઈ એક પક્ષ કે એક સરકારના નથી પરંતુ સમગ્ર દેશના

દુઃખની વાત છે કે અર્ધસત્ય અને પક્ષપાતથી ભરેલી વાતોને આગળ વધારીને, રાજકીય નિંદા કરનારાઓ, સુવિધાજનક પાખંડ અને બૌદ્ધિક અપ્રમાણિકતાના રોગચાળા માટે કોઈ વેક્સિન નથી. જે ભારતના ઐતિહાસિક અને સીમાચિહ્નને નબળો પાડવાનો પ્રયત્ન કરે છે. આજે આપણે જે સીમાચિહ્ન પ્રાપ્ત કર્યા છે તે કોઈ એક પક્ષ કે એક સરકારના નથી, પરંતુ સમગ્ર દેશના છે.

ફક્ત એટલા માટે કે તમે એવા વ્યક્તિત્વને નાપસંદ કરો છો કે જેના નેતૃત્વમાં ભારત નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે,  જે  આપણા વૈજ્ઞાનિકો, આપણા આરોગ્ય કર્મચારીઓ અને ભારતના લોકોને નબળું પાડવાનું પૂરતું કારણ ન હોવું જોઈએ. છેવટે જુઠ્ઠાણા અને દુષ્પ્રચારની લડાઈને સત્ય અને તથ્યોની વેક્સિનથી હરાવી શકાશે.

ભારતની 100 કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણી કરીએ

કોવિડ-19 સામેના સૌથી અસરકારક સાધનોમાંનું એક સામાજિક અંતર જાળવવું એ સાચું અને અગત્યનું છે. પરંતુ રોગચાળા સામેની લડાઈમાં આપણે સામાજિક અને રાજકીય રીતે અંતર ન રાખવું જોઈએ, આપણે એક થવું જોઈએ. સૌનો સાથ હંમેશા રાષ્ટ્રીહિતની વધુ સારી રીત છે અને આ સમયમાં આપણી જાહેર સેવાનો એક માત્ર ચાલક હોવો જોઈએ. તો ચાલો આપણે એક થઈને ભારતની 100 કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણી કરીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વૈશ્વિક રોગચાળાને હરાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીએ.

( માહિતિ- લેખક – જગત પ્રકાશ નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ) 

આ પણ વાંચો :  Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

આ પણ વાંચો : ચીનની દરેક નાપાક હરકતનો જડબાતોબ જવાબ આપવા ભારતે પ્લાન કર્યો મજબૂત, એક્શનમાં જોવા મળ્યા સૈનિકો

Published On - 7:16 am, Sat, 23 October 21

Next Article