AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમના ઉચ્ચારણ અંગે Abhishek Manu Singhvi એ કર્યું વિવાદિત નિવેદન, મળ્યો જડબાતોડ જવાબ

અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે કરેલી વિવાદિત ટ્વીટ પર જ એમને જડબાતોડ જવાબ મળી રહ્યાં છે.

ઓમના ઉચ્ચારણ અંગે Abhishek Manu Singhvi એ કર્યું વિવાદિત નિવેદન, મળ્યો જડબાતોડ જવાબ
FILE PHOTO
| Updated on: Jun 21, 2021 | 6:19 PM
Share

International Yoga Day 2021 : આજે ભારત સહીત સમગ્ર વિશ્વ સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યો છે. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં વિવિધ સ્થળોએ કોરોના નિયમોના પગલે યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગ ગુરુઓના ઘણા કેન્દ્રીય પ્રધાનોએ ભાગ લીધો હતો.

પીએમ મોદીએ આજે ​​સવારે Yoga for wellness એટલે કે આરોગ્ય માટે યોગ અંગેની ઘણી વાતો જણાવી હતી અને કહ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન યોગ લોકો માટે આશાની કિરણ તરીકે લઈને આવ્યું છે. યોગના આ આંતરરાષ્ટ્રીય દિવસ પર આ દરમિયાન અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ યોગમાં ઓમના ઉચ્ચારણ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

અભિષેક મનુ સિંઘવીનું વિવાદિત નિવેદન કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ યોગને લઈને એક ટ્વીટ કર્યું છે, જેણે વિવાદ ઉભો કર્યો છે. યોગને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. યોગનો સંબંધ માનવશરીર સાથે છે. આમ છતાં જેમ રાક્ષસો હવનમાં હાડકા નાખે એમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ પર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

શું કહ્યું ઓમના ઉચ્ચારણ અંગે? અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમ અને અલ્લાહનો ઉલ્લેખ કરતા યોગ વિશે ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે ઓમનો જાપ કરવાથી યોગ વધારે શક્તિશાળી બનશે નહીં કે અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થશે નહીં.

અભિષેક મનુ સિંઘવીને મળ્યાં જડબાતોડ જવાબ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે કરેલી વિવાદિત ટ્વીટ પર જ એમને જડબાતોડ જવાબ મળી રહ્યાં છે. આ ઉપરાંત પ્રખ્યાત યોગગુરૂ બાબા રામદેવ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને પણ અભિષેકને આડેહાથ લીધા હતા.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના ટ્વીટ પર યોગગુરુ બાબા રામદેવ (BABA RAMDEV) એ કહ્યું કે, ‘ઇશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. અલ્લાહ, ભગવાન બધા એક છે, તો ઓમ બોલવામાં તકલીફ શું છે.પરંતુ,અમે કોઈને ભગવાન કહેવાની મનાઈ કરી રહ્યા નથી.” બાબા રામદેવે કહ્યું કે બધાએ પણ યોગ કરવા જોઈએ, તો પછી બધાને એક જ ભગવાનના દર્શન થશે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ લખ્યું હતું કે અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi)પર ફક્ત એટલું કહીશ કે મને ખબર નથી કે કોંગ્રેસના નેતાઓ આવા પ્રસંગોએ રાજકારણ કેમ કરે છે અને આવા નિવેદનો કેમ આપે છે. રસીકરણ અને યોગ બંને કોરોના સામેની લડતમાં જીવનદાન છે. આખા વિશ્વમાં યોગને કારણે આપણો દેશ આજે એક અલગ ઓળખ બની ગયો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">