બંગાળમાં અમિત શાહની રેલી રદ થવા પર અભિષેક બેનર્જીએ કહ્યું ‘આનાથી વધુ લોકો તો JCB જોવા આવે છે’

|

Mar 16, 2021 | 11:54 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) ઝારગ્રામ રેલીને રદ થવા પર ભાજપે કહ્યું હતું કે, હેલિકોપ્ટર ખરાબ થયું હોવાથી તે પહોંચી શક્યા નહીં. ત્યારે બીજી તરફ અભિષેક બેનર્જીએ રેલીની ઓછી ભીડ વિષે કટાક્ષ કર્યો છે.

બંગાળમાં અમિત શાહની રેલી રદ થવા પર અભિષેક બેનર્જીએ કહ્યું આનાથી વધુ લોકો તો JCB જોવા આવે છે
Abhishek Banerjee

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઝારગ્રામ રેલીને રદ થવા પર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું કે. ભાજપના વરિષ્ઠ નેતાની રેલી કરતાં વધુ લોકો ‘જેસીબીના ખોદકામ’ અથવા એક ચાની દુકાનમાં ભેગા થઈ જાય છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ ઉત્તર પ્રદેશ, ગુજરાત અથવા આસામ જેવા પોતાના શાસિત રાજ્યોને સુવર્ણ રાજ્યમાં રૂપાંતરિત નથી કરી શકી, તો પછી તે પશ્ચિમ બંગાળને ‘સોનાર બંગાળ’ બનાવવાનું વચન કેવી રીતે પૂર્ણ કરી શકાશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજાએ મજાક ઉડાવતા કહ્યું કે, શું ભાજપ ગાયના દૂધમાંથી સોનું કાઢીને ‘સોનાર બંગલા’ બનાવવાની યોજના બનાવી રહી છે.

ભાજપ ઉપર કટાક્ષ

ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેકે કહ્યું, ‘એવું લાગે છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની નિર્ધારિત ઝારગ્રામ રેલી તકનીકી કારણોસર રદ કરવામાં આવી હતી. પરંતુ મને રેલીની જે તસવીરો મળી છે તેમાં ઘણા ઓછા લોકો જોવા મળે છે. ભાજપના નેતાની રેલીમાં ઉપસ્થિત લોકો કરતા વધારે તો JCB દ્વારા થતા ખોદકામને જોવા માટે કે પછી ગામમાં ચાની દુકાન પર ભેગા થઇ જાય છે.’

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ટીએમસી સત્તા પર આવશે

અભિષેક બેનર્જીએ પશ્ચિમ મેદનીપુર જિલ્લાના ચંદ્રકોણામાં એક રેલીમાં કહ્યું હતું કે, “બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસની રેલીઓમાં લોકોની વ્યાપક ભાગીદારી એ વાતની સાબિતી છે કે 2 મેના રોજ પાર્ટી 250 થી વધુ બેઠકો જીતીને સત્તા પર આવશે.”

ભાજપ પોતાનું વચન કેવી રીતે પૂર્ણ કરશે

અભિષેકે દાંતનમાં બીજી એક રેલીમાં કહ્યું હતું કે, “જ્યારે સોનારને યુપીના બન્યું, સોનાર અસમ કે સોનાર ગુજરાતના બન્યું, તો ભાજપ સોનાર બંગાળનું વચન કેવી રીતે પૂર્ણ કરી શકશે? લાગે છે કે દિલીપ ઘોષ (પ્રદેશ ભાજપ અધ્યક્ષ) ગાયના દૂધમાંથી સોનું કાઢીને સોનાર બંગાળ બનાવશે.”

ટૂંકું ભાષણ આપ્યું

અમિત શાહ પશ્ચિમ મેદનીપુરમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. શાહ ઝારગ્રામમાં એક રેલીને સંબોધન કરવાના હતા, પરંતુ તેમણે ડિજિટલ માધ્યમ દ્વારા ટૂંકું ભાષણ આપ્યું હતું. બીજેપીએ કહ્યું કે, હેલિકોપ્ટરમાં તકનીકી ખામી હોવાને કારણે તેઓ રેલીમાં ભાગ લઈ શક્યા નથી.

Next Article