West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બપોર સુધી 55 ટકા મતદાન, ઝારગ્રામમાં વોટિંગ માટે લાંબી લાઇન

|

Mar 27, 2021 | 2:53 PM

પશ્ચિમ બંગાળમાં પાંચ જિલ્લાની 30 બેઠકો માટે પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યુ છે. પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમાં બપોરે 1.45 વાગે સુધીમાં 54.90 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બપોર સુધી 55 ટકા મતદાન, ઝારગ્રામમાં વોટિંગ માટે લાંબી લાઇન
પશ્ચિમ બંગાળમાં બપોર સુધી 55 ટકા મતદાન

Follow us on

West Bengal Election 2021:  પશ્ચિમ બંગાળમાં પાંચ જિલ્લાની 30 બેઠકો માટે પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યુ છે. પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમાં બપોરે 1.45 વાગે સુધીમાં 54.90 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં બાંકુરામાં 57.40 ટકા, ઝારગ્રામમાં 59.23 ટકા, પશ્ચિમ મેદનીપુરમાં 52.60 ટકા, પૂર્વ મેદનીપુરમાં 57.75 ટકા, પુરૂલિયામાં 51. 42 ટકા મતદાન થયું છે.

West Bengal ની આ વખતની ચુંટણીઓમાં મોટા ચહેરાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. જેમાં પ્રથમ તબક્કાની મોટાભાગની બેઠકો જંગલ મહેલ વિસ્તારની છે. આ વિસ્તાર એકસમયે નકસલ પ્રભાવિત વિસ્તાર હતો.

ભાજપ અને ટીએમસી એક બીજા પર ચૂંટણીને પ્રભાવિત કરવાના આક્ષેપો કરી રહ્યા છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારના ભાઇ સોમેન્દુ અધિકારી કહે છે કે મતદાન મથક 149 પર મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા જયંત સાહુ પૂર્વ મેદનીપુરના અગર વિસ્તારમાં બહારના લોકો સાથે લોકોને પૈસા વહેંચતા નજરે પડયા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

30  બેઠકો પર મતદાન રસપ્રદ 

West Bengal ના પ્રથમ તબક્કામાં શનિવારે બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લાના પાંચ જિલ્લાઓની 30  બેઠકો પર મતદાન થશે. જંગલ મહેલ વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારોમાં આદિજાતિ સમુદાયના મતો મહત્વના માનવામાં આવે છે. આ વિસ્તાર એક સમયે ડાબેરી પક્ષોનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો.

પરંતુ ટીએમસી છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓથી અહીંથી જીતી મેળવે છે. જો કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસીના ગઢમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું હતું. આ સ્થિતિમાં આ 30 બેઠકોની ચૂંટણીઓ એકદમ રસપ્રદ બની છે.

આ બેઠકો પર ટીએમસીએ વર્ષ 2016માં કલીન સ્વીપ મેળવી હતી  

West Bengal  માં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન થવાનું છે. જયારે 2016 ની ચૂંટણીમાં ટીએમસીએ અહીં લગભગ ક્લીન સ્વીપ કર્યું હતું. 30 બેઠકોમાંથી ટીએમસીએ 27 બેઠકો જીતી હતી જ્યારે ભાજપ ખાતું ખોલાવી શક્યું ન હતું. તે જ સમયે કોંગ્રેસે બે બેઠકો પર કબજો કર્યો હતો જ્યારે એક બેઠક પર રેવોલ્યુશનરી સોશયલિસ્ટ પાર્ટીએ જીત મેળવી હતી.

જ્યારે આ વખતના રાજકીય સમીકરણ થોડા અલગ છે. જ્યારે આ વખતે એક પણ બેઠક જીતી ન શકનાર ભાજપને આ વખતે  સત્તા  મેળવવાની મોટી આશા છે.

Published On - 2:51 pm, Sat, 27 March 21

Next Article