ગુજરાતમાં ભારે વરસાદથી 37 લાખ હેકટર વિસ્તારની ખેતીને નુકસાન, ખેડૂતોને સહાય માટે 3700 કરોડનું પેકેજ, હેકટરદિઠ 10,000 ચુકવાશે

|

Sep 21, 2020 | 5:42 PM

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદને પગલે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાહત આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. જે ખેડૂતોને ભારે વરસાદથી 33 ટકા કે તેનાથી વધુ નુકસાન થયુ હશે તેવા ખેડૂતોને પ્રતિ હેકટર દશ હજારની સહાય આપવામાં આવશે. આવી સહાય વધુમા વધુ 2 હેકટર માટે ચૂકવવામાં આવશે. જે ખેડૂતોને પાત્રતા ધરાવતા નહી હોય […]

ગુજરાતમાં ભારે વરસાદથી 37 લાખ હેકટર વિસ્તારની ખેતીને નુકસાન, ખેડૂતોને સહાય માટે 3700 કરોડનું પેકેજ, હેકટરદિઠ 10,000 ચુકવાશે

Follow us on

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદને પગલે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાહત આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. જે ખેડૂતોને ભારે વરસાદથી 33 ટકા કે તેનાથી વધુ નુકસાન થયુ હશે તેવા ખેડૂતોને પ્રતિ હેકટર દશ હજારની સહાય આપવામાં આવશે. આવી સહાય વધુમા વધુ 2 હેકટર માટે ચૂકવવામાં આવશે. જે ખેડૂતોને પાત્રતા ધરાવતા નહી હોય તેવા ખેડૂતોને પાંચ હજારની સહાય આપવામાં આવશે.

ગુજરાત સરકારે કરેલા નિર્ણયને પગલે, ગુજરાતના 20 જિલ્લાના, 123 તાલુકાના અંદાજે 51 લાખ હેકટર વિસ્તારમાં કરાયેલા વાવેતર પૈકી 37 લાખ હેકટર વિસ્તારની ખેતીને નુકસાન થયુ છે. સરકાર દ્વારા સહાય માટે 3700 કરોડનું રાહત પકેજ તૈયાર કરાયું છે.

રાજ્યમાં ૩૩ અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેક્ટર માટે રૂ . ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય, તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ . ૫૦૦૦ ચુકવવાનો નિર્ણય કરેલ છે, આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત ૨૭ લાખ જેટલા ખેડુત ખાતેદારોને, ખાતા દીઠ સહાયનો લાભ મળશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ તા : ૧- ૧૦-૨૦૨૦ થી ખુલ્લુ મુકવામાં આવશે , જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ – ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે.  આ યોજનાનો ખર્ચ SDRF હેઠળ તેમજ વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ પણ વાંચોઃCRISPR ટેસ્ટને મંજૂરી, ઓછા સમયમાં ચોક્કસ પરિણામ આપશે આ કોવિડ 19 ટેસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article