
એમ્સ દિલ્હીમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર રાકેશ કુમારે જણાવ્યું કે, જમતી વખતે ફોન કે ટીવી જોવી તેનાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. આ સિવાય ગેસની સમસ્યા પણ થઈ સકે છે. સતત ફોન જોવાથી બાળકોની આંખને પણ નુકસાન થઈ શકે છે. આંખ સંબંધી સમસ્યાઓ થાય છે.

ડોક્ટરે કહ્યું કે, બાળક ફોન અને ટીવી જોઈને જમતું હોય તો તેનાથી વિકાસ સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. શરીરમાં પોષણની ઉણપ થાય છે. જેનાથી બાળકોનું વજન અને હાઈટ વધતી નથી. બાળકોનો યોગ્ય વિકાસ ન થવાથી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

જો તમે પણ તમારા બાળકને જમતી વખતે ફોન કે ટીવી જોવાની આદત છોડાવવા માંગો છો તો જમતી વખતે બાળકોને ફોન ન આપો, બાળકોને તમારા હાથે પાસે બેસાડીને જમાડો. અથવા તો જમતા જમતા તેને વાર્તા સંભળાવો. તેમજ તમારા બાળકોને હાથે જમાડતા શીખવાડો. તેનાથી બાળકો પોતાના હાથે જમવાનું પણ શીખી જશે. અને ફોન પણ જોશે નહિ.