
ઈરાન-બ્રિટન વચ્ચે તણાવ : ઈરાન અને બ્રિટન વચ્ચે રાજકીય તણાવ વધ્યો, ખાસ કરીને ઈરાની પરમાણુ કાર્યક્રમ અને બ્રિટિશ પ્રતિબંધોને લઈને. આ દરમિયાન, ઈરાનના સ્થાનિક વિરોધે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું.

વર્ષ 2024માં શીખ સમુદાયના ભાગોમાં ખાલિસ્તાની આંદોલન કેનેડામાં સક્રિય રહ્યું. વડાપ્રધાન ટ્રુડોએ એપ્રિલ 2024માં ટોરોન્ટોમાં ખાલસા દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે, કે કેનેડા અલગતાવાદી અને ઉગ્રવાદી ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર 2023માં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંભવિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદે 2024માં વધુ તણાવ વધાર્યો હતો, જેમાં બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા અને ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી હતી.
Published On - 7:04 pm, Wed, 11 December 24