
હવે ફરક એ છે કે, મેઈન્સ્ટ્રીમ બ્રાન્ડ્સ 'સિલિકોન કાર્બન બેટરી' ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનોલોજીની મદદથી વધુ ડેન્સિટી ધરાવતી બેટરીને પાતળા ફોનમાં ફિટ કરી શકાય છે. વર્ષ 2025 માં લોન્ચ થયેલા કેટલાક ફોનમાં 7,500mAh બેટરી છે, જે લગભગ 8mm જાડાઈ અને આશરે 215 ગ્રામ વજન ધરાવે છે.

હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને Redmi વર્ષ 2026 માં 10,000mAh બેટરીવાળા ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોનમાં 100W વાયરડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે અને ફોનની જાડાઈ 8.5mm થી ઓછી હોઈ શકે છે. Honor પણ આવાં જ સ્પેસિફિકેશનવાળા ફોન રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. Oppo, OnePlus અને Realme જેવી બ્રાન્ડ્સ પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરે તેવી અપેક્ષા છે. Realme એ તો પહેલેથી જ 15,000mAh બેટરીવાળા ફોનનું ટીઝર જાહેર કરી દીધું છે.