
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) સતત બીજા દિવસે ડાઉન રહ્યું છે.

X ના પેજને લોડ કરવામાં વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શુક્રવારે બપોરે, તે અચાનક બંધ થઈ ગયું હતું. એક રિપોર્ટ મુજબ, સમસ્યાઓ બપોરે 1 વાગ્યા પછી શરૂ થઈ હતી. ત્યારથી, ભારત અને વિશ્વભરમાં હજારો વપરાશકર્તાઓ X ના વેબપેજ અને મોબાઇલ એપ્લિકેશન્સને ઍક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

કેટલાક વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેમને x નો ઉપયોગ કરવામાં અને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડાઉન ડિટેક્ટર અનુસાર, સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે યુએસમાં 6,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
Published On - 7:29 pm, Sat, 24 May 25