
ગુંથરની વાર્તા જેટલી રસપ્રદ છે તેટલી જ રહસ્યથી ભરેલી છે. 1995માં એક ઇટાલિયન અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં, સંભાળ રાખનાર મિયાંએ કહ્યું હતું કે ગુંથર એક પબ્લિસિટી સ્ટંટ અને ઢોંગ છે. જોકે, પાછળથી તેમણે કહ્યું કે આ નિવેદન જૂઠું છે અને ગુંથરની સંપત્તિ વાસ્તવિક છે. ડેઇલી બીસ્ટે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે ગુંથરની સંપત્તિ અને તેમનું વૈભવી જીવન વાસ્તવિક છે, પરંતુ તેમને આ સંપત્તિ તેમના પૂર્વજો પાસેથી વારસામાં મળી છે તે હકીકત ખોટી છે.

મિયાં એક ઇટાલિયન ફાર્માસ્યુટિકલ કંપનીના વારસદાર છે. મિયાંએ કર ટાળવા માટે આ ગુંથર ટ્રસ્ટ બનાવ્યું હતું. 1999 માં, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પાસે ગુંથરની સંપત્તિને સત્તાવાર રીતે રેકોર્ડ કરવા માટે પૂરતા પુરાવા નથી, પરંતુ વર્ષોથી, ગુંથર છઠ્ઠાની વૈભવી જીવનશૈલી અને તેમની આશ્ચર્યજનક સંપત્તિ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે.