ભારતના આ રાજ્યમાં રહે છે વિશ્વનો સૌથી મોટો પરિવાર…100 રૂમના મકાનમાં રહે છે 167 લોકો

|

Feb 13, 2024 | 7:10 PM

સામાન્ય રીતે જોઈએ તો, એક ઘરમાં 4થી 5 લોકો રહેતા હોય છે, મોટો પરિવાર હોય તો 8થી 10 લોકો હોય, પરંતુ ભારતના મિઝોરમ રાજ્યમાં રહેતા એક પરિવારના સભ્યોની સંખ્યા 167 છે. આ પરિવાર એટલો મોટો છે કે તેને દુનિયાના સૌથી મોટા પરિવારનો દરજ્જો આપવામાં આવ્યો છે.

1 / 5
જીઓના ચાના તેમના પુત્રો સાથે સુથારનું કામ કરતા હતા. તેમનો પરિવાર મિઝોરમની સુંદર ટેકરીઓ વચ્ચે બટવાંગ ગામમાં 4 માળના એક મોટા મકાનમાં રહે છે.

2 / 5
આ ઘરમાં કુલ 100 રૂમ છે અને એક મોટું રસોડું છે. સ્વર્ગસ્થ જીઓના તેમના પરિવારને ખૂબ જ શિસ્ત સાથે ચલાવતા હતા. દરેક વ્યક્તિ રસોઈ અને ઘરના અન્ય કામો એકસાથે કરે છે.

3 / 5
પરિવારની મહિલાઓ ખેતી કરે છે અને ઘર ચલાવવામાં ફાળો આપે છે. ચાનાની મોટી પત્ની આ ઘરના વડા તરીકેની ભૂમિકા ભજવે છે અને ઘરના તમામ સભ્યોના કામની વહેંચણી કરે છે અને કામ પર પણ નજર રાખે છે.

4 / 5
આ પરિવારને એક દિવસમાં 45 કિલો ચોખા, 25 કિલો દાળ, ડઝનેક ઈંડા અને 60 કિલો શાકભાજીની જરૂર પડે છે. આ ઉપરાંત આ પરિવાર દરરોજ લગભગ 20 કિલો ફળો પણ આરોગે છે.

5 / 5
આ પરિવારનો રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ છે. એક પરિવારમાં આટલા મત હોવાના કારણે આ વિસ્તારના નેતાઓ અને રાજકીય પક્ષો પરિવારને ખૂબ મહત્વ આપે છે. (Image : Reuters, the week)

Next Photo Gallery