1 અબજ બેરલ તેલ ગાયબ ! દુનિયા પાસે બચ્યો છે માત્ર 10% ઇમરજન્સી ઓઇલ સ્ટોક ! શું ભારતે ડરવાની જરૂર છે?

યુદ્ધો અને સપ્લાયની ખેંચતાણ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભુકંપ ! દુનિયાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ઝડપથી તળિયે પહોંચી રહ્યો છે. અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો દરરોજ કરોડો લીટર તેલ વાપરી રહ્યા છે. જો કોઈ નવો આંચકો આવશે તો શું થશે? જાણો શું ભારતે ડરવાની જરૂર છે?

| Updated on: Oct 07, 2026 | 6:03 PM
1 / 10
વૈશ્વિક યુદ્ધો અને સપ્લાય ચેઇનમાં સર્જાયેલી વિક્ષેપ વચ્ચે દુનિયાભરની સરકારો અને તેલ કંપનીઓએ પોતાના ઈમરજન્સી સ્ટોકમાંથી 1 અબજ બેરલથી વધુ તેલ વાપરી નાખ્યું છે. હવે કમર્શિયલ ઇન્વેન્ટરીમાં 6 અબજ બેરલથી ઓછો સ્ટોક બચ્યો છે.

2 / 10
ચિંતાજનક બાબત એ છે કે બચેલા સ્ટોકમાંથી માત્ર 10 ટકા કે તેથી ઓછું તેલ જ તાત્કાલિક ઉપયોગ માટે ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે તેલ બજાર પાસે હવે કોઈપણ નવા આંચકાને સહન કરવાની ક્ષમતા કે ગુંજાઇશ બહુ ઓછી રહી છે.

3 / 10
સંકટને સમજવા માટે રોજીંદી ખપત જાણવી જરૂરી છે. હાલમાં આખી દુનિયામાં દરરોજ લગભગ 10.3 થી 10.5 કરોડ (103-105 Million) બેરલ તેલ વપરાય છે. પ્રતિ વ્યક્તિ હિસાબ કરીએ તો સરેરાશ 2.5 લીટર તેલ દરરોજ વપરાય છે.

4 / 10
કુલ વપરાશમાં સૌથી મોટો 27 થી 28 ટકા હિસ્સો ડીઝલ અને ગેસઓઇલનો છે (રોજનો 28.7 થી 29 મિલિયન બેરલ). ભારે મશીનરી, ટ્રક, માલવાહક જહાજો, ટ્રેક્ટર અને જાહેર પરિવહન ડીઝલ પર જ ચાલતા હોવાથી તે આર્થિક ચક્રને જીવંત રાખે છે.

5 / 10
બીજા ક્રમે પેટ્રોલ છે, જેનો દૈનિક વપરાશ 26.5 થી 27 મિલિયન બેરલ (25%) છે. ઈલેક્ટ્રિક વાહનો આવવા છતાં તેની વૈશ્વિક માગ ઊંચી છે. આ સિવાય પ્લાસ્ટિક, પેકેજિંગ અને કેમિકલ્સ બનાવવા માટે વપરાતા પેટ્રોકેમિકલ ફીડસ્ટોકનો વપરાશ 14 થી 15 ટકા છે.

6 / 10
વિમાન ક્ષેત્રે વપરાતા જેટ ફ્યુઅલ અને કેરોસીનનો દૈનિક વપરાશ 7.8 થી 8 મિલિયન બેરલ (7.5%) છે. જ્યારે બાકીનો 25 મિલિયન બેરલનો વપરાશ મોટા દરિયાઈ જહાજો ચલાવવા, ડામરના રસ્તા બનાવવા અને લ્યુબ્રિકન્ટ્સ તરીકે થાય છે.

7 / 10
તેલના વપરાશમાં અમેરિકા વિશ્વમાં પ્રથમ નંબરે છે, જ્યાં રોજનું 20.3 થી 20.6 મિલિયન બેરલ તેલ વપરાય છે. બીજા ક્રમે ચીન (16.2 થી 16.4 મિલિયન બેરલ) અને ત્રીજા ક્રમે ભારત છે. ભારતમાં દરરોજ 5.3 થી 5.6 મિલિયન બેરલ એટલે કે લગભગ 92 કરોડ લીટર તેલ વપરાય છે!

8 / 10
ઇમરજન્સી સ્ટોક ઘટ્યો છે પણ પૃથ્વી પરનો કુલ તેલ ભંડાર હાલ પૂરતો છે. દુનિયા પાસે 1.57 થી 1.76 ટ્રિલિયન બેરલનો ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. જો આ જ ઝડપે વપરાશ ચાલુ રહેશે, તો આ ભંડાર હજુ 57 વર્ષ સુધી ચાલી શકે તેમ છે.

9 / 10
વેનેઝુએલા પાસે સૌથી વધુ (30,300 કરોડ બેરલ) સ્ટોક છે, પરંતુ ત્યાં તેલ કાઢવું મોંઘુ છે. જ્યારે સાઉદી અરેબિયા (26,700 કરોડ બેરલ) પાસે સૌથી સસ્તું તેલ કાઢવાની ક્ષમતા છે. તે સિવાય ઇરાન અને ઇરાક પાસે પણ મોટો સ્ટોક છે. દર વર્ષે 130થી વધુ નવા તેલ ભંડારો શોધાઈ રહ્યા છે.

10 / 10
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. વૈશ્વિક બફર ઓછો થવાથી તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનો અને મોંઘવારી વધવાનો ભય છે. જોકે, ગભરાવાને બદલે ભારતે પોતાના સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ મજબૂત કરવાની અને વિકલ્પ શોધવાની જરૂર છે.

Follow Us
Loading...
Unable to load recommendations.