વર્લ્ડ કપની ફાઈનલ પૂર્વે સ્ટેડિયમ બહાર દર્શકોના જોવા મળ્યા વિવિધ રંગ, છવાયો ક્રિકેટ ફિવર- જુઓ તસ્વીરો
ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઈનલ પૂર્વે સ્ટેડિયમ બહાર ઈન્ડિયન જર્સીમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. જેમા નાના ભૂલકાઓ,મોટેરાઓ અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓ મેચ જોવા માટે પહોંચ્યા. જેમા દરેક દર્શકે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
1 / 7
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટી સંખ્યામા ટીમ ઈન્ડિયાની જર્સીમાં માનવ મહેરામણ જોવા મળ્યુ. ફાઈનલ વચ્ચે સ્ટેડિયમ બહાર અનેક પ્રકારના રંગ જોવા મળ્યા જેમા મોટાભાગના દર્શકો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી સ્ટેડિયમમાં જતા જોવા મળ્યા હતા. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ બહાર આટલી મોટી સંખ્યામાં દર્શકો અગાઉ ક્યારેય જોવા નથી મળ્યા., ટીમ ઈન્ડિયાની સ્કાઈ બ્લુ જર્સીમાં જનસૈલાબ ઉમટી પડ્યો હોય તે પ્રકારના સ્ટેડિયમ બહાર દૃશ્યો જોવા મળ્યા હતા.
2 / 7
ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલના રંગે મોટેરા તો રંગાયા પરંતુ નાના બાળકો પર પણ ક્રિકેટ ફિવર જોવા મળ્યો હતો. નાના બાળકો પણ ગાલ પર ત્રિરંગો ચિતરાવી સ્ટેડિયમ જતા જોવા મળ્યા હતા
3 / 7
ક્યાંક ગાલ પર ત્રિરંગો તો ક્યાંક હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને નાના બાળકો ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળ્યા. આ નાના-નાના ભૂલકાઓ પણ ટીમ ઈન્ડિયાની જીતને લઈને જબરદસ્ત આશ્વસ્ત જોવા મળ્યા.
4 / 7
સ્ટેડિયમમાં મેચ જોવા જઈ રહેલા દર્શકો મોદી માસ્ક ખરીદી સ્ટેડિયમમાં જતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો લોકો ખુશી ખુશી મોદી માસ્ક ખરીદતા જોવા મળ્યા.
5 / 7
માત્ર બાળકો જ નહીં મોટેરાઓ પણ આ માસ્ક પહેરી ઉત્સાહિત જોવા મળ્યા. પીએમ મોદી પણ ફાઈનલ જોવા આવવાના હોવાથી દર્શકો મોદી માસ્ક પહેરી સ્ટેડિયમ જતા જોવા મળ્યા
6 / 7
વર્લ્ડ કપની ટ્રોફી તો ટીમ ઈન્ડિયા જ જીતશે અને ટ્રોફી ઘરે આવી રહી છે તેવા બેનર લઈને દર્શકો ટીમ ઈન્ડિયાને ચિઅર અપ કરતા અને જુસ્સો વધારતા જોવા મળ્યા. ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક લાગણી છે અને તેને એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે આથી જ દેશના ખૂણે ખૂણેથી વિવિધ ગેટ અપમાં દર્શકો ટીમ ઈન્ડિયાને ચીઅર કરતા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
7 / 7
વર્લ્ડ કપની મેચ જોવા માટે પોતાની શારીરિક અક્ષમતાઓને અવગણીને વ્હીલચેરમાં બેસીને પણ દર્શકો ટીમ ઈન્ડિયાને ચિઅર અપ કરવા સ્ટેડિયમ પહોંચ્યા
Published On - 7:34 pm, Sun, 19 November 23