
આંજણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે.

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજશક્તિનો પરિચય સમાજે દેશવિદેશમાં પણ આપ્યો છે. ગ્રામ-સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરૂષાર્થી સમાજ છે.

આંજણાધામના દાતા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, આંજણાધામનો શિલાન્યાસ એ ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અવસર છે. તેમણે દાનનો મહિમા સમજાવતા કહ્યું કે, જે સમાજ દાતાઓનું સન્માન કરે છે તે રાષ્ટ્ર આગવી પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવે છે.