Winter Special Recipes : તમારા બાળકો બીટ નથી ખાતા ? આ ટીપ્સ અપનાવી બનાવો બીટની કટલેટ, જુઓ તસવીરો

|

Jan 02, 2025 | 1:08 PM

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે બીટ કટલેટ ઘરે બનાવી શકાય.તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે બીટ કટલેસ ઘરે બનાવી શકાય.

1 / 6
શિયાળામાં સરળતાથી બીટ મળતા હોય છે. બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો હોય છે. આ કારણોસર બીટ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. કેટલીક વાર બાળકો બીટ ખાવાનું ટાળે છે. ત્યારે તેમને અવનવી વાનગીઓ બનાવીને તેમને ખવડાવી શકીએ છીએ.

2 / 6
બીટ કટલેટ બનાવવા માટે બાફેલા બટાકા, પૌંઆ, છીણેલું બીટ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, આમચૂર, લીંબુરસ, ગરમ મસાલો, બ્રેડ ક્રમ્સ અને તેલની જરુર પડશે.

3 / 6
કટલેટ બનાવવા માટે તમે સૌથી પહેલા બટાકાને સ્વચ્છ પાણીથી સાફ કરીને બાફી લો. બટાકા બફાઈ જાય પછી ઠંડા થાય એટલે છાલ કાઢી મેશ કરી લો. હવે સ્વચ્છ પાણીથી પૌંઆ ધોઈને નીતારી લો.

4 / 6
હવે બીટની છાલ કાઢીને ખમણી લો. ત્યારબાદ બાફેલા બટાકાનો માવો, પૌંઆ અને છીણેલું બીટ ઉમેરો. તેમાં આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદરનો પાઉડર, મરચું પાઉડર, કાપેલા લીલા મરચાં, આમચૂર પાઉડર, લીંબુનો રસ, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.

5 / 6
તમે મિશ્રણમાંથી ગોળ આકાર અથવા તો તમને પસંદ હોય તેવા આકારની કટલેટ બનાવી દો. ત્યારબાદ તેને ફરતે ટોસ્ટનો ભુકો લગાવી દો. જો ટોસ્ટનો ભૂકોના લગાવવો હોય તો કોર્નફ્લોરની પાતળી સ્લરીમાં ડીપ કરી શકો છો.

6 / 6
હવે તમામ કટલેટને બંન્ને બાજુથી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી શકો છો. જો તમારે ડીપ ફ્રાય ના કરવી હોય તો તેને શેકી પણ શકો છો. ત્યારબાદ ગળી અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

Next Photo Gallery