
હવે કુકરમાં બાજરી અને મગની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં 2 કપ પાણી ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું ઉમેરી ખીચડીને થવા દો. હવે એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલા લસણનો વઘાર કરીને ખીચડીમાં ઉમેરી મિક્સ કરો.

બાજરીની ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે. તો તમે આ ખીચડીને ઘી , છાશ સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો. આ ખીચડી તમે ડીનર અને લંચમાં પણ ખાઈ શકો છો.