
હવે બેટરને 2 કલાક સુધી ફરમેન્ટ થવા મુકો. 2 કલાક પછી બેટરમાં મીઠું, એક ચમચી તેલ, આદું મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીલા શાકભાજી પણ ઉમેરી શકો છો. ખાવાના સોડા નાખી ઉપરથી થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

ઈડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લો. આ સાથે જ ઈજલીના કુકરમાં પાણી ઉમેરી 10 થી 15 મિનીટ પ્રી હિટ કરો. ત્યારબાદ ઈડલીને સ્ટીમ થવા મુકી 15 મિનીટ થવા દો.

થોડી વાર પછી ઢાંકણને હટાવીને છરીની મદદથી ઈડલીને તપાસો અને બફાઈ જાય પછી તેને પર પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તમે આ ઈડલીને સાંભાર અથવા ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.